મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખાનગી બેંકના બંધ ખાતાનો ચેક આપી વેપારી સાથે કરી છેતરપીંડી
News Jamnagar December 02, 2020
રૂા.1.92 લાખના ચેક રીટર્ન અંગે ચીફ જ્યુ. મેજી. કોર્ટમાં ફરિયાદ.
જામનગર :
જામનગરમા એક વેપારીને ચુકવવાના પૈસા અંગે આઇસીઆઇસીઆઇ બેંકના બંધ ખાતાનો રૂપિયા ૧લાખ ૯૨ હજારની રકમનો ચેક આપિ છેતરપીંડી કરાતા ચીફ જ્યુ.મેજી. ની કોર્ટમા લગત કારખાનેદાર સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
જામનગરમાં સામતભાઇ કરશનભાઇ કારાવદરા નામના ટ્રાન્સપોર્ટના કોન્ટ્રાકટરને ઉજ્જવલ ઇન્ફા પ્રાજેકટ તેમજ, ડી.વી.કે.પી. એન્જીનીયરીંગ સર્વિસના પ્રોપરાઇટર રાહુલભાઇ પરમાર દ્વારા સામતભાઇએ કરેલ કામના વળતર પેટે આઇસીસીઆઇ બેંકનો રૂા.1,92,420 અંકે રૂપિયા એક લાખ બાણું હજાર ચારસો વીસ પુરાનો ચેક આપેલ હતો. આ ચેક સામતભાઇ દ્વારા પોતાની બેંકના એકાઉન્ટમાં ડીપોઝીટ કરતા એકાઉન્ટ કલોઝના શેરા સાથે ચેક રીટર્ન થયેલ છે. આ રીટર્ન થયેલ ચેક અંગે આ કામના ફરિયાદી સામતભાઇ દ્વારા તેઓના વકીલ ભાર્ગવ પી. મહેતા દ્વારા તા.14-10-2020ના રોજ લીગલ નોટીસ આપી ચેકમાં દર્શાવેલ રકમની ચૂકવણી કરવા જણાવેલ. પરંતુ લીગલ નોટીસ મળવા છતાં રાહુલભાઇ પરમાર દ્વારા સામતભાઇને ચેક મુજબની રકમની ચૂકવણી કરેલ નહી. આથી ફરિયાદી સામતભાઇ દ્વારા આરોપી રાહુલભાઇ પરમાર વિરૂધ્ધ જામનગરના ચીફ જયુડીશિયલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ-138 હેઠળ ચેકની રકમથી બે ગણી રકમનો દંડ કરવા તેમજ સખ્તમાં સખત સજા આ કામના આરોપીને કરવા ફરિયાદ દાખલ કરેલ છે. આ કેસમાં ફરિયાદી સામતભાઇ કરશનભાઇ કારાવદરા તરફે વિ. વકીલ ભાર્ગવ પી. મહેતા, રામદે એન. ગઢવી તથા સુરજ યાદવ અને શનીરાજસિંહ જાડેજા રોકાયેલા છે.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024