મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
બ્રિટેન વિશ્વનો પહેલો દેશ બન્યો ફાઈઝર બાયોએન્ટેક કોરોના વાયરસ રસીને બ્રિટન દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
News Jamnagar December 03, 2020
લંડન
કોરોનાની મહામારી વચ્ચે વિશ્વ માટે સારા સમાચાર આવ્યા છે. બ્રિટન સરકારે ફાઈઝર કંપની દ્વારા નિર્મિત કોરોનાની વેક્સિનને મંજૂરી આપી દીધી છે.
બ્રિટને બુધવારે ફાઇઝરની COVID-19 રસીને મંજૂરી આપી, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપની આગળ કૂદીને પશ્ચિમનો પ્રથમ દેશ બન્યો છે
ફાઈઝર-બાયોએનટેક કોવિડ 19રસી આવતા સપ્તાહથી બ્રિટનમાં ઉપલબ્ધ થઈ જશે
દુનિયાભરના વૈજ્ઞાનિકો તેની વેક્સીન માટે કામ કરી રહ્યા છે, તેવામાં આ એક સારા સમાચારા કહી શકાય તેમ છે.યુનાઈટેડ કિંગ્ડમ કોરોના વાયરસ માટે વેક્સીનના ઉપયોગની પરવાનગી આપનારો પહેલો દેશ બની ગયો છે. યુકેએ અમેરિકાની Pfizer-BioNTechને વેક્સીનને આગામી અઠવાડિયાથી ઉપયોગ કરવાની પરવાનગી આપી દીધી છે. મેડિસીન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી ઓથોરિટીએ ઈમરજન્સી ઉપયોગ માટે વેક્સીન વાપરવા દેવાની પરવાનગી આપી છે. યુકેના હેલ્થ સેક્રેટરી મેટ હેનોકે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી લોકોને ભરોશો આપ્યો હતો કે તેમના માટેની મદદ રસ્તામાં છે.
તેમણે ટ્વીટમાં લખ્યું છે કે એ કોવિડ-19 માટે Pfizer-BioNTech વેક્સીનને પરવાનગી આપી દીધી છે. NHS આગામી અઠવાડિયાથી વેક્સીનેશન માટે તૈયાર છે. યુકેએ આ વેક્સીનના 40 મિલીયન ડોઝનો ઓર્ડર આપ્યો છે. આગામી થોડાક દિવસોમાં Pfizer-BioNTech વેક્સીનનો પહેલો ડોઝ યુકે પહોંચી શકે છે.
બ્રિટને આ વેક્સિનના ૪ કરોડ ડોઝ માટે ઓર્ડર પણ આપી દીધો છે. કોરોના વાયરસ સામે આ રસી ૯પ ટકા સુધી સફળ નીવડી છે. વિશ્વભરમાં સૌથી ઝડપથી બનનાર આ વેક્સિનને રાખવા માટે ૭૦ ડીગ્રી તાપમાનની જરૃર પડે છે. બ્રિટન તેના નાગરિકોને આવતા સપ્તાહથી આ રસી ઉપલબ્ધ કરાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફાઈઝર અમેરીકાની કંપની છે. ઓક્ટોબર માસમાં જ ફાઈઝરે કોરોના વેક્સિન શોધી લીધાનો દાવો કર્યો હતો. ફાઈઝરે રસીના ટ્રાયલના દરેક સ્તરમાં ચાર વખત ટેસ્ટ કર્યો હતો. કંપનીએ તેના તમામ ટેસ્ટ પૂર્ણ કર્યા પછી વિશ્વના ઘણા દેશોને આ રસી ખરીદવા માટે આમંત્રણ આપ્યું હતું.
પ્રતિકાતમક તસ્વીર
સોશિયલ મીડિયા ના માધ્યમથી અહેવાલ.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024