મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શિવરાજપુર બીચ ખાતે ગુજરાત ટુરીઝમ ની ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો
News Jamnagar December 03, 2020
દેવભૂમિ દ્વારકા.
અહેવાલ.ધરમ અગ્રાવત દેવભૂમિદ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાનું શિવરાજપુર ને વધુ સુવિધા આપવા માટે ગુજરાત ટુરીઝમ ની ટીમ શિવરાજપુર પહોંચી હતી.શિવરાજપુર બીચ ઉપર જવા માટેના રસ્તા અને ટૂંક સમયમાં પહોળો કરવામાં આવશે તે સિવાય અન્ય બે રસ્તાઓ ને પણ નવીનીકરણ થી બનાવવામાં આવશે.
સરકાર દ્વારા શિવરાજપુર બીચ ઉપર જતા રોડ અને રસ્તાની સરવે કામગીરી હાથ ધરવામાં આવી. હાલના રોડ ૧૪ મીટર સુધી પહોળો કરી યાત્રાળુઓને આવવા જવાની સુવિધામાં વધારો કરવામાં આવશે. તે સિવાય બીજા બે એપ્રોચ રોડ પણ આવતા દિવસોમાં નિર્માણ કરવામાં આવશે. તે ઉપરાંત સમગ્ર શિવરાજપુર બીચ ને જોડતો એક મુખ્ય રોડ પર આવતા દિવસોમાં બનાવવામાં આવશે.
યાત્રાધામ દ્વારકા થી 11 કિલોમીટર દૂર આવેલ શિવરાજપુર બીચ ઉપર આ વર્ષે દિવાળી ના તહેવાર દરમિયાન હજારોની સંખ્યામાં માનવ મેદની આવી હતી ત્યારે ઓખા દ્વારકા હાઇવે અને શિવરાજપુર બીચ વચ્ચેના સાંકડા માર્ગ ને વધુ પહોળો કરવો પડશે તેવી જરૂરિયાત જણાતા આજે શિવરાજપુર બીચ ખાતે ગુજરાત ટુરીઝમ ની ટીમ અને દ્વારકા ના ઈન્ચાર્જ મામલતદાર દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હાલના જે પાકા રસ્તા ને ૧૪ મીટર સુધી પહોળો કરી યાત્રાળુઓને આવવા જવાની સુવિધામાં વધારો કરવામાં આવશે તેવું ટુરિઝમ વિભાગના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર શ્યામલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ભવિષ્યમાં સરકાર દ્વારા દરિયાઈ માર્ગે પણ શિવરાજપુર બીચ ઉપર જઈ શકાય તેવું પ્લાનીગ સરકાર કરી રહી છે તેવું એકઝીકયુટીવ એન્જીનીયર શ્યામલ પટેલ વધુમાં જણાવ્યું કે ભવિષ્યમાં શિવરાજપુર બીચ ને માત્ર જમીન માર્ગ નહીં પરંતુ દરિયાઈ માર્ગે પણ દ્વારકા તેમાં સૌરાષ્ટ્રના અન્ય સ્થળોને જોડવાની સરકારની વિચારણા ચાલી રહી છે .
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024