મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
NSUI દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ને અપાયું આવેદનપત્ર
News Jamnagar December 03, 2020
દેવભૂમિ દ્વારકા
અહેવાલ.સાગર સંઘાણી
દેવભૂમિ દ્વારકા જિલ્લા ની ૧૦૬ સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૬ અને ધોરણ- ૭ ના વર્ગો મર્જ ન કરવા NSUI દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ને અપાયું આવેદનપત્ર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ ૬,૭ નાં વર્ગો મર્જ કરવા સામે વિરોધ
અનેક વિધાર્થીઓ અભ્યાસ અધૂરો છોડી દે તો ડ્રોપઆઉટ રેશિયો ઉંચો થવાની ભીતી
તાજેતરમાં ગુજરાત નાં શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ કે જેમાં ધોરણ-૬ અને ધોરણ-૭ માં ઓછી સંખ્યા હોય તેવી શાળાના બાળકો ને અન્ય શાળાઓમાં મર્જ કરવાનું નક્કી થયું છે . જેથી દેવભૂમિ દ્વારકા જિલ્લા ની કુલ- ૧૦૬ જેટલી પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ ના શિક્ષણ પર અસર પહોંચશે જેથી જિલ્લામાં વિધ્યાર્થીઓનો ડ્રોપઆઉટ નો રેશિયો ઘટવાના બદલે વધશે .
હાલ જિલ્લાની કેટલીક શાળાઓમાં માત્ર આ વર્ષે જ સંખ્યા ઓછી હોય પરંતુ બીજા વર્ષે સંખ્યા વધુ થતી હોય તેવી શાળાઓ ને મર્જ કરવાથી ગામડામાં શિક્ષણ નો ડ્રોપઆઉટ નો રેશિયો વધશે. અમુક ગામની શાળામાં એક ગામ થી બીજા ગામ જવા માટે નદી -વોંકળા ઉપરના કોઝવેના કારણે ચોમાસામાં વિધાર્થીઓ શાળાએ આવી શકશે નહીં , આવશે તો પણ જાનનું જોખમ રહેશે .
સામાન્ય રીતે શાળા મર્જ થતાં ધો-૬ અને ધો-૭ ની દિકરીઓ પોતાના ઘરથી દુર અભ્યાસ કરવાનું છોડી દેશે અને ઘરકામ પ્રવુતિ માં લાગી જશે , પરિણામે *કન્યા કેળવણી* ની વાતો માત્ર કાગળ પર જ રહેશે, દિકરીઓ ધો-૫ પછી અભ્યાસ કરવાનું છોડી દેશે , જેમ અત્યારે ધો-૮ પછી ઘણી દિકરીઓ ધો-૯ માં અભ્યાસ કરવાનું છોડી દે છે તેમ . આ બાબતે NSUI દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લા NSUI દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે નાના ગામડા અને નેસ માં રહેતા વાલીઓ અને વિધાર્થીઓ નાં હિતમાં પ્રાથમિક શાળા / વાડી શાળાનાં વર્ગો મર્જ કરવામાં ન આવે અને ફેરવિચારણા કરી યોગ્ય નિર્ણય કરવામાં આવે. જો યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો બહોળી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ને સાથે રાખી NSUI દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ તકે જિલ્લા NSUI પ્રમુખ દાના ભાઇ માડમ ની આગેવાની માં દેવુભાઇ ગઢવી , તાલુકા NSUI પ્રમુખ દેવર્ષિ જોશી , ગોવિંદ આંબલિયા , તુષાર હાથલિયા , નગા ચાવડા સહિત ના કાર્યકરો જોડાયા હતા ..
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024