મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સુપ્રીમ કોર્ટ નો સ્ટે ગુજરાત હાઈકોર્ટના માસ્ક નહીં તો કોવિડ સેન્ટરમાં સેવાના નિર્ણય પર .
News Jamnagar December 03, 2020
નવી દિલ્હી
ગુજરાત રાજ્યમાં માસ્કને લઇને ગઇ કાલે હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો કે માસ્ક વગર ફરનારા લોકોએ કોવિડ કેર સેંટરમાં કોમ્યુનિટી સેવા આપવી પડશે. જેને લઇને આજે રાજ્ય સરકારને જાહેરનામુ બહાર પાડવા આદેશ આપ્યો હતો. પરંતુ રાજ્ય સરકારે હાઇકોર્ટના નિર્ણયને લઇને સુપ્રીમમાં અપીલ કરી હતી. ત્યારે હવે. સુપ્રીમ કોર્ટે . ગુજરાત હાઇકોર્ટના ચુકાદા પર સ્ટે લાવી દીધો છે.
માસ્ક નહીં તો કોવિડ સેન્ટરમાં સેવાના નિર્ણય પર રોક લગાવી છે.ગુજરાત હાઈકોર્ટના માસ્ક અંગેના આદેશ સામે ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ હતી. ગુજરાત સરકારે માસ્ક ન પહેરવાના હાઈકોર્ટના અમલ અંગે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટના કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત સેવાના આદેશ સામે સુપ્રીમમાં અપીલ કરી હતી. તેમજ આજે જ સુનાવણી માટે ગુજરાત સરકારે સુપ્રીમને વિનંતી કરી હતી. માસ્કના આદેશનુ પાલન કેવી રીતે કરવું તે સમજ પડતી નથી તેથી સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઇ હતી.
પરંતુ હવે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે અને કહ્યું છે કે કેન્દ્રની ગાઇડલાઇનનું પાલન થવું જોઇએ. તેમજ દરેક વ્યક્તિએ નિયમોનું પાલન કરવું જરૂરી છે. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે કડક વલણ અપનાવતા ગઈકાલે મોટો નિર્ણય લીધો છે.
હાઈકોર્ટમાં કોરોના મુદ્દે સુઓમોટો અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે,ગુજરાતમાં માસ્ક નહિ પહેરનારા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. રાજ્ય સરકારને આ મુદ્દે જાહેરનામુ બહાર પાડવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો. સાથે જ માસ્ક ન પહેરનારા વ્યક્તિની ઉંમર લાયકાત અને બાકીની બાબતોને ધ્યાને લઇને કોમ્યુનિટી સર્વિસ માટેની યોગ્ય જવાબદારી સોંપવાની રહેશે.માસ્ક નહીં પહેરનાર વ્યક્તિને રોજના પાંચ થી છ કલાક કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે.તેવો જે નિર્દેશ આપ્યો છે તેના પર હાલ પૂરતો સ્ટે આપ્યો છે.
ઇમેજ સોર્સ .Sc website
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024