મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો
News Jamnagar December 04, 2020
સાંસદ પૂનમબેન માડમના હસ્તે દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કરાયા
જામનગર તા.4 ડિસેમ્બર, ઇન્ડિયન કોર્પોરેશન લિમિટેડ જામનગર, ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (એલિમ્કો) અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, જામનગરના સંયુક્ત ઉપક્રમે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આજરોજ ધનવંતરી ઓડિટોરિયમ ખાતે દિવ્યાંગજનોને સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ તરફથી સીએસઆર (સામાજિક દાયિત્વ) હેઠળ ઉપકરણ નિર્માતા એલિમ્કોના સહકાર અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, જામનગર સાથે સંકલન કરી જામનગર જિલ્લાના ૪૩૪ દિવ્યાંગોને અંદાજે ૬ લાખની સાધન સહાય વિતરિત કરવામાં આવનાર છે. જેમાં આજરોજ સાંસદ પૂનમબેન માડમ,જામનગરના કલેકટર રવિશંકર, ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન લિ.ના પશ્ચિમીક્ષેત્ર પાઇપલાઇનના કાર્યકારી નિર્દેશક ડી.કે.બેનર્જીના હસ્તે ૧૨ દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કરાઇ હતી.
આ સાધન સહાયમાં મોટરેટ ટ્રાઈસીકલ, વ્હીલચેર, વોકિંગ સ્ટિક,બ્રેઈલ કેન, બ્રેઇલ કીટ, હીયરીંગ એઈડ, વોકર, રોલેટર વગેરે સાધનો લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. ત્રણ દિવસ ચાલનારા આ કેમ્પમાં આજે ધનવંતરી ઓડિટોરિયમ ખાતે કુલ ૧૦૧ લાભાર્થીઓને સાધન સહાય વિતરીત કરાઇ હતી. જ્યારે આવતીકાલે તા. ૪ અને તા. ૫ના રોજ અન્ય દિવ્યાંગ લાભાર્થીઓને સહાય વિતરીત કરવામાં આવશે.
આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે કહ્યું હતું કે, ખામીને ખૂબીમાં પરિવર્તિત કરવાની શક્તિ ઈશ્વરે દિવ્યાંગોને આપી છે. પ્રધાનમંત્રીશ્રીએ દિવ્યાંગો પ્રત્યે દેશમાં જાગૃતિ લાવી છે. દેશની અનેક સંસ્થાઓએ સી.એસ.આર હેઠળ દિવ્યાંગો માટે અગણિત સેવા પ્રવૃત્તિ કરી છે. સમગ્ર દેશમાં દિવ્યાંગો પ્રત્યે સંવેદનશીલતાનો સંદેશ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પહોંચાડયો છે. દિવ્યાંગોને વિશેષ અધિકારો મળે તે માટે આજે આ કાર્યક્રમ થકી સૌ નાગરિકોને અપીલ કરતા સાંસદએ કહ્યું હતું કે, પોતાના વિસ્તારમાં વસતા દિવ્યાંગોને તેમના અધિકારો મળે તે માટે સૌ નાગરિકો સંકલ્પ લઈ તેના હક્કો તેઓ મેળવી શકે તે માટે પ્રતિબધ્ધ બનીએ. સાંસદશ્રીએ આઈ.ઓ.સી.એલ.ને સી. એસ. આર. પ્રવૃત્તિ હેઠળ આ સેવાકાર્ય માટેના અભિગમ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ તકે, ડી.કે.બેનર્જી દ્વારા ઈન્ડીયન ઓઈલની કામગીરી, કોવિડ દરમિયાન કોર્પોરેશનની લોકસેવા અને તેમના માટેના અલગ-અલગ પ્રોજેક્ટ વિશે જાણકારી આપવામાં આવી હતી. તો આઈ.ઓ.સી.એલ.ના ડેપ્યુટી જનરલ મેનેજર અરિંદમ બાગચીએ મહાનુભાવો, મીડિયા મિત્રો અને ઉપસ્થિત દિવ્યાંગોને સેવાકાર્યમાં જોડાવા બદલ આભાર પ્રગટ કર્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખશ્રી ડો. વિમલ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોશી, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી ડૉ. ભંડેરી, એલિમ્કોના જુનિયર મેનેજર મૂર્ધન્ય અવસ્થી,જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પ્રાર્થનાબેન શેરસીયા વગેરેઅધિકારીઓ-કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં દિવ્યાંગો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025