મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
એક યુવાનને નિવસ્ત્ર કરી ભરબજારમાં ફેરવનાર આરોપીઓના 4 દિવસ ના રિમાન્ડ મંજુર
News Jamnagar December 04, 2020
દેવભૂમિ દ્વારકા
તા .4 ખંભાળીયા ટાઉનમાં ચકચારી બનાવમાં આરોપીઓના ચાર દીવસના રિમાન્ડ મેળવતી એલ.સી.બી. તપાસ ટીમ , દેવભૂમિ દ્વારકા રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિહ સાહેબ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ વડા શ્રી વિશાલ વાઘેલા સાહેબ નાઓની માર્ગદર્શન અને સીધી દેખરેખ હેઠળ તપાસ કરનાર એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. વી.વી.વાગડીયા ની સૂચના થી ખંભાળીયા પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૮૫૦૦૪૨ ૦૧૬૨૮૨૦ ઇ.પી.કો. કલમ . ૩૬૫,૩૪૨,૩૨૩,૨૯૪ ( ખ ) , ૪૨૭,૩૫૫,૫૦૬ ( ૨ ) , ૧૨૦ ( બી ) , ૨૦૧ , ૫૦૦ તથા આઇ . ટી . એકટની કલમ ૬૭ , ૬૬ ( ) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ ( ૧ ) મુજબના ગુન્હાના ફરીયાદીનું અપહરણ કરી નિર્વસ્ત્ર હાલતનો મોબાઇલ ફોનમાં વીડીયો ઉતારી વાયરલ કરેલ જે બનાવ ચકચારી બનેલ આ ગુનાની તપાસ તાત્કાલીક એલ.સી.બી.ને સોપવામાં આવેલ .
એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.વી.વાગડીયા નાઓ દ્રારા ફરીયાદમાં જણાવેલ આરોપી ( ૧ ) ભારાભાઈ જોધાભાઈ ભોજાણી ( ૨ ) કીરીટભાઈ જોધાભાઈ ભોજાણી ( 3 ) પ્રતાપભાઈ જોધાભાઈ ભોજાણી ( ૪ ) કાનાભાઈ જોધાભાઈ ભોજાણી ( ૫ ) માણસીભાઇ ભીખુભાઇ ભોજાણી રહે.ખંભાળીયાવાળા પાચેય આરોપીઓ વિરૂધ્ધ સત્વરે કાયદેસરના પગલા લેવા નાયબ પોલીસ અધિક્ષક હિરેન્દ્ર ચૌધરી તથા નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા તથા ખંભાળીયા પો.સ્ટે . પોલીસ ઇન્સ , જી.આર.ગઢવી , એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એ.ડી.પરમાર નાઓની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ .
આરોપી ( ૧ ) ભારાભાઈ જોધાભાઈ ભોજાણી ( ૨ ) કીરીટભાઈ જોધાભાઈ ભોજાણી ( ૩ ) પ્રતાપભાઈ જોધાભાઈ ભોજાણી ( ૪ ) કાનાભાઈ જોધાભાઈ ભોજાણી ( ૫ ) માણસીભાઇ ભીખુભાઇ ભોજાણી રહે.ખંભાળીયા વાળાઓએ આ ગુનાના કામે ઉપયોગ કરેલ કાળા કલરની કેટા ગાડી રજી નં . જી.જે .૩૭ બી – ૯૦૮૦ કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦ / – તથા એકસેસ મોટર સાઇકલ રજી નં . જી.જે .૨૫ એચ . ૧૬૮૧ કિ.રૂ. ૫૦,૦૦૦ / – તથા આરોપીઓના મોબાઇલ ફોન નંગ -૩ કિ.રૂ. ૭,૦૦૦ / – મળી કુલ રૂ .૧૦,૫૭,૦૦૦ / -ના મુદામાલ ગુનાના કામે કજે કરી તપાસ કરનાર અધિકારી શ્રી વી.વી.વાગડીયા નાઓએ તા .૦૨ / ૧૨ / ૨૦૨૦ ના કલાક ૧૭/૦૦ વાગ્યે આરોપીઓની ધોરણસર અટક કરી તમામની સઘન પુછપરછ કરી મોબાઇલ નંબરોની કોલ ડીટેઇલો તથા વીડીયો વાયરલ કરેલ તે અંગેના પુરાવા મેળવવા તપાસની તજવીજ હાથ ધરેલ , ઉકત પાયેય આરોપીઓના હાલની કોવીડ -૧૯ સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઇ RTPCR ટેસ્ટ કરાવવામાં આવેલ જે ટેસ્ટ તમામ આરોપીઓના નેગેટીવ આવેલ હતા .
ગત તા .૩ / ૧૨ / ૨૦૨૦ ના કલાક ૧૬/૦૦ વાગ્યે તમામ આરોપીઓને મુદત હરોળ નામદાર ચીફ કોર્ટ , ખંભાળીયા ખાતે રજુ કરી રિમાન્ડની માંગણી કરતા પાચેય આરોપીઓના તા .૦૭ / ૧૨ / ૨૦૨૦ સુધીના પોલીસ રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે . ખંભાળીયા પોલીસ સ્ટેશનના ચકચારી બનાવમાં પાચ આરોપીઓના ચાર દીવસના રિમાન્ડ મેળવી એલ.સી.બી. દ્વારા સઘન તપાસ હાથ ધરેલ છે . આ કાર્યવાહી ખંભાળીયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હિરેન્દ્ર ચૌધરી , નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા , એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. વી.વી.વાગડીયા , એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.એ.ડી.પરમાર , ખંભાળીયા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. જી.આર.ગઢવી , પો.સ.ઇ. સી.બી.જાડેજા તથા એલ.સી.બી. – એસ.ઓ.જી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .
તસ્વીર.મમદ ચાકી
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024