મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
૧પ ડિસેમ્બરએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાત આવશે.
News Jamnagar December 05, 2020
ગુજરાત
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે કચ્છમાં ૩૦ હજાર મેગાવોટના દુનિયાના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું ખાતમૂર્હત આગામી તા.૧પ ડિસેમ્બરે કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાત આવશે.
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં આ વિગતો આપતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપણીએ કહ્યું કે, કચ્છના બોર્ડર વિસ્તાર રણમાં સોલાર અને વીન્ડ એનર્જી માટેનો આ વિશાળ એનર્જી પાર્ક આકાર પામવાનો છે.
પ્રધાનમંત્રી આ પાર્કના ખાતમૂર્હત ઉપરાંત માંડવીમાં ડિસેલીનેશન પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
વિજયભાઇ રૂપાણીએ આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું કે,આ ડિસેલીનેશન પ્લાન્ટ પ્રજા માટે ખેડૂતો, પીવાના પાણી અને ઊદ્યોગો માટે ઉપયોગી થશે.
દહેજમાં હાલ આવો એક ડિસેલીનેશન પ્લાન્ટ ઊદ્યોગોની પાણીની જરૂરિયાત માટે છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં વિકાસના નવા પ્રકલ્પો-સોપાનો આપણે વડાપ્રધાનના હસ્તે શરૂ કરતા જઇએ છીયે.તેમાં સી-પ્લેન, રો-પેક્ષ ફેરી સર્વિસીસ, કેવડીયા ખાતે અનેક નવા પ્રોજેકટસ તેમજ ગિરનાર રોપ-વે અને કિસાન સૂર્યોદય યોજના સફળતાપૂર્વક સંપન્ન થયા બાદ હવે વધુ નવા બે પ્રોજેકટસના પ્રધાનમંત્રીના કર કમલથી ભૂમિપૂજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સી.એમ-પીઆરઓ.
Tags :
You may also like
શુભકામનાઓસભર વ્યક્તિત્વને શુભેચ્છાઓ
હેપી બર્થ ડે .....એ ઉમળકાસભર વાક્ય છે, એ સ્વૈચ્છીક હોય છે પરંતુ વ્યાપક બહુ જ છે. આપણા પરીવારજન, સ્વજન,મિત્ર,સંબંધી,પાડોશી,સહઅધ્યાયી,સહકાર્યકર્તા .....
February 08, 2025