મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પોલીસ કર્મચારી દ્વારા સરકારી ઓફિસ માં ચાલાવતા જુગરધામ પર આર આર સેલ ત્રાટકી દારૂ અને પિસ્તોલ સહિત લાખોનો મુદ્દામાલ મળી આવ્યો
News Jamnagar December 05, 2020
રાજકોટ
રાજકોટ રેન્જના માળીયા વિસ્તારમાં પોલીસ કર્મચારી દ્રારા ગેરકાયદેસર પ્રવૃતિ ચાલાવાતી હોવાની ડી આઇ.જી.પી. સંદીપ સિંહ સાહેબને મળેલ ચોકકસ બાતમી ના આધારે તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવી.
તા.5 ના રાજકોટ રેન્જના માળીયા ( મી .) વિસ્તારની ફોરેસ્ટ વિભાગની ઓફીસ / કવાર્ટર માં એક પોલીસ કર્મચારી દ્વારા ચલાવાતા જુગારમાં કુલ -૭ આરોપીઓને રૂ.૬,૯૬,૩૪૦ /ના મુદામાલ તથા ઇંગ્લીશદારૂ બીયર કિ.રૂ .૪,૯૬૦ /અને ગે.કા. હથીયાર ( ૧ ) રીવોલ્વર ( ૧ ) પિસ્ટલ કાર્ટીસ નંગ -૫૬ કિ.રૂ .૫૫,૬૦૦ / – ના મુદ્દા માલ સાથે પકડી પાડતી રાજકોટ રેન્જ રાજકોટની ટીમ રાજકોટ રેન્જના માળીયા વિસ્તારમાં પોલીસ કર્મચારી દ્રારા ગેરકાયદેસર પ્રવૃતિ ચાલાવાતી હોવાની ડી આઇ.જી.પી.સંદીપ સિંહ સાહેબને મળેલ ચોકકસ માહિતી આધારે તાત્કાલીક કાર્યવાહી કરવા માટે.
રેન્જના પો.સ.ઇ. તથા રીડર બ્રાંચના માણસોને હકીકતથી વાકેફ કરી રેઇડ કરવા સુચના કરતા મોરબી જીલ્લાના માળીયા મીયાણા પો.સ્ટે . વિસ્તારના મોટાદહીસરા થી નવલખી જવાના રોડ ઉપર આવેલ ખીરસરા ગામના પાટીયા પાસેથી ફોરેસ્ટની ઓફીસ / કવાટરમાં રેઇડ કરતા આરોપીઓ
( ૧ ) રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ઝાલા રહે.પંચાસર તા મોરબી – પોલીસ કર્મચારી ( ૨ ) ધનશ્યામભાઇ કરશનભાઇ આદરોજા રહે.સોમનાથ અવનીપાર્ક મોરબી ( ૩ ) જયંતીભાઇ ગાંડુભાઇ ઠોરીયા રહે . સરદાર પેલેસ ધર્મલાભ સોસાયટી મોરબી ( ૪ ) નવલસિહ પ્રભાતસિંહ જાડેજા રહે . ફાટસર તા.મોરબી ( ૫ ) નરેશભાઇ સવજીભાઇ વીડજા પટેલ રહે . સીલ્વરપેલેસ બોનીપાર્ક મોરબી ( ૬ ) સંજયભાઇ રણમલભાઇ લોખીલ રહે . મોટાદહીંસરા તા.માળીયા મી ( ૭ ) કામાભાઇ સુરેશભાઇ પાસવાન રહે . ફોરેસ્ટના મકાનમાં રિસરા તા માળીયા મી . વાળાઓને રોકડા રૂ .૬,૭૬,૩૪૦ / – તથા મોબાઇલ ફોન નંગ -૭ કિ.રૂ .૨૦,૦૦૦ / – તથા ગંજીપાના અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ .૬,૯૬,૩૪૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ દરમ્યાન આરોપી નં ( ૧ ) ના કબ્બા – ભોગવટાની ઓફીસ / કવાટર માંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩ , બીયરટીન નંગ -૩૪ મળી કિ.રૂ .૪,૯૬૦ / – નો મુદ્દામાલ કબ્બે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ આરોપી નં . ( ૧ ) રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ઝાલા રહે.પંચાસર તા.મોરબી વાળાના કન્જામાંથી ગે.કા. લાયસન્સ કે પાસપરમીટ વગરના અગ્નિશસ્ત્રો પિસ્ટલ -૧ કિ.રૂ .૨૫,૦૦૦ / – રીવોલ્વર -૧ રૂ .૨૫,૦૦૦ / – કાર્ટીઝ નંગ -૫૬ રૂ .૫૬૦૦ / – મળી કુલ રૂ .૫૫,૬૦૦ / નો મુદ્દામાલ કબ્બે કરી ઉપરોકત ત્રણ વિગતેના અલગ – અલગ ગુના માળીયા મી . પો.સ્ટે.માં દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
તેમજ આ બાબતેની આગળની પાસ પો.ઇન્સ . એસ ઓ જી મોરબી ના ચલાવી રહેલ છે . આ કામગીરીમાં પો.સ.ઇ. જે એસ ડેલા નાઓની સાથે શાખાના રસીકભાઇ પટેલ , રામભાઇ મંઢ , ભગવાનભાઇ ખટાણા , મહાવીરસિંહ પરમાર તથા શીવરાજભાઇ ખાચર વિ .નાઓ સાથે રોકાયેલ હતા .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024