મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
નૌસેના દ્વારા નેવી ડે ની શાનદાર રીતે કરવામાં આવી ઉજવણી
News Jamnagar December 05, 2020
જામનગર
અહેવાલ સબીર દલ
ભારતીય નૌસેના દ્વારા નેવી ડે ની દર વર્ષે 4 ડિસેમ્બર ના ઉજવણી કરવામાં આવે છે. જામનગર નૌસેના મથક ખાતે ગઈકાલે વાલસુરામાં નૌસેના દિવસની ઉજવણી અંતર્ગત બીટીંગ રીટ્રીટનો ભવ્ય સમારોહ યોજાયો હતો.
1971ના ભારત-પાકિસ્તાન સામેના યુદ્ધમાં અરબી સમુદ્રમાં ભારતીય નૌસેનાના જવાનોએ કરાચી બંદર ઉપર ભારે તોપમારો કરી ભિષણ યુદ્ધમાં કરાચી બંદરને નુકશાન પહોંચાડયું હતું. તેમજ બાંગ્લાદેશ સરહદ ઉપર પણ નૌસેનાએ સુંદર કામગીરી દ્વારા યુદ્ધમાં ભારતને જવંલત વિજય અપાવ્યો હતો. આ વિજયની યાદમાં પ્રતિ વર્ષ 4 ડિસેમ્બરે નૌસેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
જામનગર સ્થિત આઇએનએસ વાલસુરામાં ગઇકાલે નૌસેના દિવસ ઉપર બીટીંગ રીટ્રીટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આઇએનએસ વાલસુરામાં યોજાયેલા બીટીંગ રીટ્રીટ કાર્યક્રમમાં કોંટિનેટ પ્રેકિટસ ઉપરાંત શારીરીક તાલીમ,મશાલ નિર્દેેશન, સળગતી રીંગમાંથી જંપ, નેવી બેન્ડ અને નવકાર દળનો ધ્વજ લહેરાવવાની પંરપરા સહિતના નિર્દેશનો રજૂ કરાયા હતા. સાંજે સૂર્યાસ્ત પૂર્વે પ્રણાલી પ્રમાણે નૌસૈનાના ધ્વજને દંડ ઉપરથી સન્માનભેર ઉતારવામાં આવ્યો હતો અને કાર્યક્રમનું સમાપન થયું હતું.
આ કાર્યક્રમમાં નૌસેનાના કમાન્ડીંગ ઓફિસર અજય પટણી સહિત નૌસેનાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા..
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024