મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખંભાળીયામાં યુવાનને નગ્ન ફુલેકા પ્રકરણમાં એક PI સહિત કુલ 9 પોલીસકર્મી સસ્પેન્ડ કરવામાં આવ્યા
News Jamnagar December 05, 2020
ખંભાળીયામાં યુવાનને નગ્ન અવસ્થામાં ફુલેકા પ્રકરણ માં એક PI સહિત કુલ 9 પોલીસકર્મી સસ્પેન્ડ કરવામાં આવ્યા
રેન્જ આઇ જી. સંદીપ સિંધ એ લીધા આક્રમણ પગલાં
તા .૦૧ / ૧ / ૨૦૨૦ ના રોજ ખંભાળીયા શહેરમાં એક યુવાનનું અપહરણ કરી ત્યારબાદ તેને નિર્વસ્ત્ર કરી નિર્વસ્ત્ર હાલતનો મોબાઇલ ફોનમાં વીડીયો ઉતારી વાયરલ કરેલ જે બનાવ બાબતે ખંભાળીયા પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૮૫૦૦૪૨ ૦૧૬૨૮/૨૦ ઇ.પી.કો. કલમ ૩૬૫,૩૪ ર વિ . મુજબનો ગુનહો દાખલ કરવામાં આવેલ
જે અનુસંધાને નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ દ્વારા જિલ્લાની મુલાકાત લઇ આ ગુનાની તપાસ તાત્કાલીક એલ.સી.બી.ને સોપી તટસ્થ તપાસ માટે જણાવવામાં આવેલ ત્યારબાદ એલ.સી.બી દ્વારા ગુન્હાનાકામે આરોપીઓની અટક કરી દીન -૪ ના રીમાન્ડ મેળવવામાં આવેલ ત્યારબાદ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગનાઓ દ્વારા ઉપરોક્ત બનાવ બનેલ તે અનુસંધાને નિષ્કાળજી દાખવનાર પોલીસ અધિકારી / કર્મચારીઓની જવાબદારી નક્કી કરવા પ્રાથમીક તપાસ કરી અહેવાલ પાઠવવા જણાવવામાં આવેલ.
જે પ્રાથમીક તપાસના અહેવાલ અનુસંધાને ખંભાળીયા પો.સ્ટેના પો.ઇન્સ જી.આર.ગઢવી નાઓને લીવરીઝર્વ તરીકે નીમણુક આપવા તેમજ નીચે જણાવેલ અધિકારી / કર્મચારીઓની બેદરકારી જણાય આવતા ફરજ મોકુફ હેઠળ મુકવા આદેશ કરવામાં આવેલ જેથી પો.ઇન્સશ્રી જી.આર.ગઢવીને લીવરીઝર્વ તરીકે તેમજ નીચે જણાવેલ અધીકારી / કર્મચારીઓને ફરજ મોકુફ કરવામાં આવેલ છે તેમજ બે ટ્રાફીક બ્રીગેડને તાત્કાલીક અસરથી છુટા કરવામાં આવેલ છે . ( ૧ ) ચંદ્રકલાબા બી.જાડેજા , પોલીસ.સબ.ઇન્સપેક્ટર / ઇન્ચાર્જ પો.ઇન્સ ખંભાળીયા પોલીસ સ્ટેશન ( ૨ ) માંડણભાઇ રાયદેભાઇ ગઢવી , લોકરક્ષક સર્વેલન્સ સ્કવોડ ( ૩ ) સુરાભાઇ પ્રભુભાઇ ગઢવી , લોકરક્ષક સર્વેલન્સ સ્કવોડ ( ૪ ) માલદેભાઇ મેરામણભાઇ નંદાણીયા , હેકકોન્સ સર્વેલન્સ સ્કવોડ ( ૫ ) બલુભાઇ પરબતભાઇ ગઢવી , લોકરક્ષક ટાઉનબીટના ઇન્ચાર્જ સાથે મદદ ( ૬ ) કરશનભાઇ રાજસીભાઇ ગોજીયા , પો.હેડકોન્સ ( ૭ ) વજુભાઇ જીવાભાઇ નંદાણીયા , અના.લોકરક્ષક એમ.ઓ.બી કોન્સ ( ૮ ) કાબાભાઇ મુળુભાઇ ચાવડા , અર્નામ.એ.એસ.આઇ , હાજરી માસ્તર ( ૯ ) અરશીભાઇ ગગનભાઇ ગોજીયા , અના.લોકરક્ષક ( ૧૦ ) પ્રતાપભાઇ જેઠાભાઇ વાઢેર , ટ્રાફીક બ્રીગેડ , ખંભાળીયા , ૧૧ ) રાજેશભાઇ હમીરભાઇ ભાદરકા , ટ્રાફીક બ્રીગેડ ખંભાળીયા બે ટ્રાફિક બ્રિગેડનાં કર્મચારીને તાત્કાલીક અસરથી છૂટા કરવામાં આવ્યા છેઃ
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025