મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમાં ઘોડા ડોકટર નો રાફડો ફાટયો છે કે ?.ફરી એક 12 ચોપડી ભણેલા બોગસ ડો.ને ઝડપી લેતી એસ.ઓ જી.
News Jamnagar December 05, 2020
જામનગર
જામનગરના ખોડીયાર કોલોની નીલ કમલ વિસ્તાર માંથી બોગસ ડોકટરને બાતમી ના આધારે ઝડપી પાડતી એસ.ઓ.જી.
જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક દિપન ભદ્રન નાઓની સુચનાથી એસ.ઓ.જી.ના પો.ઇન્સએસ.એસ.નીનામા ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના પો.સ.ઈ.વી.કે.ગઢવી તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા,દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના HC દોલતસિહ જાડેજા તથા અનીરૂધ્ધસિહ ઝાલા નાઓને ખાનગી રાહે હકિકત મળેલ હતી
આ બાતમી ના આધારે ખોડીયાર કોલોની નીલ કમલ વાછરા ડાડા મંદીર સામે રાણાભાઇ ગઢવી ના મકાનમાં ભાડે થી ડો ભટી દવાખાના નું બોર્ડ લગાડી રઝાક કરીમભાઇ રફાઇ રહે- બેડેશ્વર હાઉસીંગ બોર્ડ બ્લોક નં -૬ જામનગર વાળો મેડીકલ ડોકટર ને લગતી ડિગ્રી ધરાવતા ના હોવા છતા મજકુર ઇસમ દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ અલગ પ્રકાર ની દવાઓ આપી પૈસા વસુલ કરે છે .
તેવી હકિકત આધારે રેઇડ કરી મજકુરના કબ્બામાથી સ્ટેથોસ્કોપ મશીન ,બી.પી.માપવાનું મશીનડી.એન.એસ.ગ્યુકોઝના બાટલા તથા અલગ અલગ પ્રકારની દવાઓ મળી કુલ રૂા.૨૦૨૦,નો મુદામાલ કબ્બે કરી મજકુર વિરૂધ્ધ HC અરજણભાઈ કોડીયાતર એ ગુજરાત મેડકીલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ ફરીયાદ આપેલ છે.
આરોપી રજાક કરીમ રફાઈ ને પુછપરછ કરતા પોતે ધોરણ -૧૨ સુધી જ અભ્યાસ કરેલ હોવાની હકિકત જણાવેલ છે. આ કાર્યવાહી પો.ઇન્સ.એસ.એસ.નીનામા તથા પો.સ.ઈ. વી.કે.ગઢવી તથા એસ.ઓ.જી.સ્ટાફના માણસો દ્રારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024