મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મતદારયાદીમાં નામ નોંધાવી લોકશાહીને મજબૂત બનાવવા યોગદાન આપો કલેકટરે કરી જનતા ને અપીલ
News Jamnagar December 07, 2020
જામનગર
મતદાર યાદીમાં સંક્ષિપ્ત સુધારણામાં ખાસ ઝુંબેશના દિવસોએ મતદાર યાદીમાં નવ યુવાનોને નામ નોંધાવવા અપીલ
જામનગર તા.7 ડિસેમ્બર, ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૯/૧૧/૨૦૨૦ થી તા.૧૫/૧૨/૨૦૨૦ સુધી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૨૧નો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશના દિવસોમાં આવતીકાલે ૬/૧૨/૨૦૨૦ તથા તા.૧૩/૧૨/૨૦૨૦ના સુનિશ્ચિત થયેલ છે. આ રવિવારના દિવસોમાં જામનગર જિલ્લાના તમામ પાંચ વિધાનસભા મતવિસ્તારમાં આવેલ કુલ ૧૨૮૪ મતદાન મથકો પર બુથ લેવલ ઓફિસર ફોર્મ નં. ૬,૭,૮ તથા ૮(ક)નો સ્વીકાર કરશે. ખાસ ઝુંબેશના પ્રથમ બે રવિવારના દિવસો મળી અત્યાર સુધીમાં તમામ પ્રકારના કુલ ૧૬,૧૭૭ ફોર્મ્સ પ્રાપ્ત થયેલ છે.
ત્યારે જિલ્લા સમાહર્તા દ્વારા જિલ્લાના તમામ યુવા મતદારોને ખાસ અપીલ છે કે, તા. ૩૧/૧૨/૨૦૦૩ પહેલા આપનો જન્મ થયેલ હોય અને ૧૮ વર્ષ પૂર્ણ થયેલ હોય તે તમામ લાયક મતદારો તેમના નામ મતદાર યાદીમાં દાખલ કરવા માટેની પ્રક્રિયા બાકી હોય તો તે પોતાના ફોર્મ તા. ૬/૧૨/૨૦૨૦ એટલે કે આવતીકાલના દિવસે અથવા તો ત્યારબાદ ૧૩/૧૨/૨૦૨૦ ના રવિવારના દિવસે અને તા.૧૫/૧૨/૨૦૨૦ સુધીમાં સંલગ્ન બી.એલ.ઓ પાસે રજૂ કરી શકાશે.
આ ઉપરાંત કોરોના વૈશ્વિક મહામારીના સમયમાં સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થાય તે હેતુથી ઓનલાઈન પ્રક્રિયા ખૂબ અગત્યની હોય, જામનગરવાસીઓ www.voterportel.eci.gov.in પર ઓનલાઈન તમામ પ્રકારના ફોર્મ ભરી શકશે. અત્યાર સુધીમાં તંત્ર દ્વારા નવા મતદારો એટલે કે યુવાનોને મતદારયાદીમાં એનરોલ કરવા અર્થે જિલ્લાની ૨૪ કોલેજના બે હજાર વિદ્યાર્થીઓનો વેબીનાર યોજવામાં આવ્યો છે. હજુ પણ અનેક યુવા મતદારો મતદાર યાદીમાં જોડાવાના બાકી છે ત્યારે યુવાનો વોટર પોર્ટલ પર જઇને ઘર બેઠા પોતાની પ્રક્રિયા કરી શકશે અને લોકશાહીને મજબૂત બનાવવામાં યોગદાન આપી શકશે.
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023