મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
બ્રહ્મદેવ સમાજ દ્વારા સ્વ. અભયભાઈ ભારદ્વાજને શ્રદ્ધાંજલિ અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
News Jamnagar December 07, 2020
રાજકોટના અગ્રણી ધારાશાસ્ત્રી બ્રહ્મસમાજના મોભી ગુજરાત ભાજપના રાજ્યસભા સાંસદ ૬૬ વર્ષીય અભયભાઈ ભારદ્વાજનું રાજકોટ અને ચેન્નઇની હોસ્પિટલમાં ૯૩ દિવસની લાંબી સારવાર દરમિયાન અવસાન થતાં ભારદ્વાજ પરીવાર સહિત સૌરાષ્ટ્રના બ્રહ્મસમાજમાં શોકની લાગણી ફેલાઇ હતી.
જામનગરમાં બ્રહ્મદેવ સમાજ દ્વારા સ્વ. અભયભાઈ ભારદ્વાજને શ્રદ્ધાંજલિ અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બ્રહ્મદેવ સમાજ જામનગરના શહેર પ્રમુખ અજયભાઈ જાનીના નિવાસ સ્થાને સદગતની આત્માની શાંતિ અર્થે શાસ્ત્રોક્ત વિધિ મુજબ બ્રહ્મસમાજના મોભી સ્વ.અભયભાઈ ભારદ્વાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ તકે જામનગર બ્રાહ્મણ સમાજના અગ્રણી મનહરભાઈ ત્રિવેદી,કશ્યપભાઈ ઠાક્કર,દોલતભાઈ જાની, નરેન્દ્રભાઈ જાની સહિતના બ્રાહ્મણ સમાજના આગેવાનોની ઉપસ્થિતમાં બ્રહ્મદેવ સમાજ ગુજરાતના પ્રદેશ સંગઠન મંત્રી સતિષભાઈ બાંકોડી બ્રહ્મદેવ સમાજ જામનગર પ્રભારી અમરકાંતભાઈ પંડ્યા, શહેર પ્રમુખ અજયભાઈ જાની, જીલ્લા પ્રમુખ હિમાંશુભાઈ જોશી, શહેર યુવા પ્રમુખ રવિભાઈ પંડયા, જિલ્લા યુવા પ્રમુખ મિતેષભાઈ મહેતા, શહેર ઉપપ્રમુખ મહેશભાઇ જોશી, ઉપપ્રમુખ કેતનભાઈ ભટ્ટ,ઉપપ્રમુખ મૃગેશભાઈ દવે,જીલ્લા ઉપપ્રમુખ રાજેશભાઇ મહેતા,શહેર મહામંત્રી કપિલભાઈ નાકર, જયદીપભાઈ રાવલ, જશ્મિનભાઈ વ્યાસ, મંત્રી સિમિતભાઈ રાવલ, મિલનભાઈ ગોર,
જીલ્લા મહામંત્રી રૂપેશભાઈ પુરોહિત,શહેર યુવા ઉપપ્રમુખ પ્રતિક ઠાક્કર, અમુલભાઈ શર્મા અને સહમંત્રી સોમિલભાઈ જાની શહેર મહિલા પ્રમુખ અલ્પાબેન ભટ્ટ, જીલ્લા મહિલા પ્રમુખ નયનાબેન ત્રિવેદી અને ઉપપ્રમુખ સરીતાબેન ઠાક્કર અને હંસાબેન ત્રિવેદી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024