મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વૃદ્ધાશ્રમમાં વ્હાલાઓથી વંચિત વડીલોને ગરમ વસ્ત્રો વિતરણ કરતા કોંગી અગ્રણી
News Jamnagar December 07, 2020
જામનગર: શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડીના આગમનને પગલે શહેરના એમ.પી. શાહ વૃદ્ધાશ્રમમાં રહેતા વ્હાલાઓથી વંચિત વૃદ્ધોને કોંગે્રસ પરિવારના અગ્રણી સહારાબેન મકવાણા તરફથી ગરમ વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે વડીલોના આર્શિવાદ મેળવી કોંગી અગ્રણીઓએ ધન્યતા અનુભવી હતી.
કડકડતી ઠંડીમાં સૌથી વધુ મુશ્કેલી વડીલોને પડતી હોય છે. તેમાં પણ હાલ કોરોના કાળ દરમિયાન વડિલોની કાળજી રાખવી ખુબ જ અગત્યની બાબત બની ગઈ હોય ત્યારે વડીલો પ્રતયે આદરની ભાવના રાખતા કોંગે્રસ મહિલા અગ્રણી સહારાબેન મકવાણા દ્વારા શહેરના એમ.પી.શાહ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને શિયાળાની ઠંડીથી રક્ષણ મળે તે માટે ગરમવસ્ત્રોનું વિતરણ કરી વડીલોના આશિષ મેળવ્યા હતા.
આ તકે તેમણે ખુશીની લાગણી વ્યકત કરી વૃદ્ધો પાસેથી મળતી હૂંફ અને પ્રેમને બીરદાવી આભારની લાગણી વ્યકત કરી હતી. આ તકે સેવાકીય, સામાજિક કાર્યમાં હંમેશા સાથે સહભાગી બનનાર કોંગ્રેસ પરીવારના સભ્યો અલ્તાફભાઈ ખફી, યુસુફભાઈ ખફી, દિગુભા જાડેજા, દેવશીભાઈ આહિર સાજીદભાઈ બ્લોચ સહીતના સભ્યોનો ઉત્સાહ વધારવા બદલ આભાર વ્યકત કર્યો હતો.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024