મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર સંગઠનની પ્રથમ બેઠક યોજાઈ .
News Jamnagar December 08, 2020
જામનગર
ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર સંગઠનની પ્રથમ બેઠક યોજાઈ .
ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર સંગઠનની નવરચના પશ્ચાત નવનિયુક્ત શહેર સંગઠનના હોદેદારોની પ્રથમ બેઠક શહેર ભાજપ કાર્યાલય, પંડિત દીનદયાલ ઉપાધીયાંય ભવન, જામનગર ખાતે યોજાઈ. આ તબ્બકે શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરાએ સૌ નવનિયુક્ત શહેર સંગઠનના હોદેદારોને આવકાર્યા હતા, તથા વિશેષ ઉદબોધનમાં જણાવેલ કે, આગામી સમયમાં ગુજરાત વિધાનશભાની ચૂંટણીમાં ૧૮૨ સીટ પર વિજય પ્રાપ્ત કરવા સખત અને સતત સંગઠનની કામગીરી જરૂરી છે. ગુજરાતમાં લોકશભા ચૂંટણી સમયે જો ૨૬ પૈકી ૨૬ સીટ પ્રાપ્ત થઇ શકે, તો ૧૮૨ સીટ પર વિજય પ્રાપ્ત કરવી મુશ્કેલ નથી, પણ તેના માટે માઈક્રોપ્લાનીંગ અને આયોજન જરૂરી છે. આ તબ્બકે તેઓ એ અતિ માઈક્રો પ્લાનિં અંતર્ગત પેઈજ સમિતિની રચના કરવા ઉપર ભાર મુક્ત જણાવેલ કે, હાલના તબ્બકે ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમ થકી ઘરે ઘરે પક્ષની કામગીરી સતત પહોંચાડવાની કામગીરી મજબૂતી થી થવી જોઈએ, તથા ૧૮૨ સીટ ઉપર વિજય પ્રાપ્ત કરવા સૌ હોદેદારો, વોર્ડ પ્રભારી, વોર્ડ પ્રમુખ, મોરચાના પ્રભારીઓને કમર કરસવા જણાવેલ.
આ બેઠકમાં શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, ગોપાલભાઈ સોરઠીયા, વિજયસિંહ જેઠવા, ઉપાધ્યક્ષ ખુમાનસિંહ સારવૈયા, અમીબેન પરીખ, મોનિકાબેન વ્યાસ, કે. જી. કનખરા, વિનોદ ખીમસુરિયાં, જ્યોતિબેન ભારવાડીયા, હેમલ ચોટાઈ, વસંત ગોરી, શહેરમંત્રી ભાવનાબેન સોલંકી, દયાબેન પરમાર, દિલીપસિંહ કંચવા, ડિમ્પલભાઈ કણજારીયા, પરેશભાઈ દોમડીયા, કીર્તિભાઇ પટેલ, ભાવિશાબેન ધોળકિયા, શોભનાબેન પઠાણ, કોશાધ્યક્ષ વિનોદભાઈ ગોંડલીયા, કાર્યાલય મંત્રી મનહરભાઈ ત્રિવેદી, નિશાંત અગારા, વોર્ડ પ્રભારી સંજય મકવાણા, મેરામણભાઇ ભાટુ, નીતિનભાઈ સોલાણી, કેતનભાઈ જોશી, આશિષભાઇ કંટારીયા, અશ્વિન પંડ્યા, ચંદુભાઈ કાછડીયા, સંજયભાઈ મૂંગરા, નીતિનભાઈ ચૌહાણ, પી.ડી.રાયજાદા, સંજયભાઈ ચુડાસમા, અનિલભાઈ ગોસાઈ, દિવ્યેશભાઈ અકબરી, પરષોત્તમ કાંકણાની, અશોકભાઈ વશીયર, મુકેશભાઈ લાલવાની, યુવા મોરચા પ્રભારી મિહિરભાઈ નંદા, મહિલા મોરચા પ્રભારી નારણભાઇ મકવાણા, બક્ષીપંચ મોરચા પ્રભારી આલાભાઈ રબારી, એનું. મોરચા પ્રભારી મનસુખભાઇ ખાણધર, લઘુમતી મોરચા પ્રભારી ભૂરાભાઈ ખફી, કિશાન મોરચા પ્રભારી જીતુભાઇ ચોવટીયા સહીત વોર્ડ પ્રમુખ, મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના આશિષભાઇ કંટારીયા તથા ભાર્ગવ ઠાકર ની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024