મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ભારત બંધના એલાનમાં જામનગરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો
News Jamnagar December 08, 2020
જામનગર.
આજે ઓલ ઈન્ડિયા ખેડૂત સંકલન સમિતિએ ભારત બંધનું એલાન આપ્યું છે. આ બંધના સમર્થનમાં કોંગ્રેસ સહિત 20 રાજકીય પક્ષો છે,ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અસર જોવા મળી રહી છે,જેને પગલે ઠેર ઠેર આગજનીના બનાવો બન્યા હતાં. ભારત બંધના સમર્થનમાં ઉતરેલા કોંગ્રેસના નેતા અને કાર્યકરો તથા ખેડૂતોની અટકાયત કરાઈ છે, જેના પગલે રાજ્યમાં જનજીવનને અસર થવા પામી છે.
આ આંદોલનને કોંગ્રેસ દ્વારા પણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે. આ પરિસ્થિતિમાં આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં બંધની કોઈ અસર જોવા મળી ન હતી. અહીંની મેઈન બજાર,જોધપુર ગેઈટ, નગર ગેઈટ, શાક માર્કેટ, વિગેરે કોમર્શિયલ વિસ્તારો રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા.આ ઉપરાંત ખંભાળિયાનું માર્કેટિંગ યાર્ડ પણ સવારથી નિયમિત રીતે ધમધમ્યું હતું.
અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અટકાયત કરાઈ છે. રાજ્યભરમાં કોંગી કાર્યકરો, નેતાઓ અને ખેડૂતોની અટકાયત કરાઈ હતી.
જામનગરમાં આજે ખેડૂતોના આંદોલનના સમર્થનમાં કોંગ્રેસ સહિતના વિરોધપક્ષઓએ ભારત બંધના આપેલા એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો આગેવાનોને સરકારની સૂચનાથી પોલીસે વિરોધ કાર્યક્રમ કરે તે પહેલા જુદા જુદા સ્થળોએથી ઝડપી લીધા હતા.
કેન્દ્ર સરકારના કૃષિ બીલના વિરોધમાં દેશભરના ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે અને સરકારને આ બીલ પરત ખેંચવા માટે અપીલ કરી રહ્યા છે, સરકાર અને આંદોલનના મુખ્ય ખેડૂત આગેવાનો વચ્ચે અનેક મંત્રણાઓ બાદ આ પ્રશ્ર્નનું નિરાકરણ નહીં આવતા ખેડૂત આંદોલનકારીઓએ આજે ભારતબંધનું એલાન કરતા જામનગરમાં આ બંધને મિશ્ર પ્રતિસાદ મળતો જોવા મળી રહ્યો છે.
ભારતબંધના પગલે જામનગર જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા ગઇકાલે જ કલમ 144નું જાહેરનામું બહાર પાડી ચાર કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવી દીધો હતો જેને લઇને આજે બંધ કરાવી રહેલા કોંગ્રેસના કાર્યકરોની જાહેરનામા ભંગના મુદે પોલીસે અટકાયત કરી હતી, જો કે કોંગ્રેસ દ્વારા પણ વ્યવસ્થીત પ્લાનીંગ કરી ટીમ બનાવી કોઇ એક જગ્યાએ ભેગા થવાના બદલે શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી અલગ-અલગ સમયે વિરોધ પ્રદર્શન કરવાનો એકશન પ્લાન ગઇકાલે જ ઘડી લેવામાં આવ્યો હતો,
જામ.વિરોધપક્ષ ના નેતા ને બાયપાસ પાસે થી અટકયાત કરી લેવામાં આવ્યા હતાં.
જામનગરની બજારો અને દુકાનો બંધ કરાવતા કોંગ્રેસ અને એનએસયુઆઇના કાર્યકરોની અલગ-અલગ વિસ્તારોમાંથી અટકાયત કરવામાં આવી હતી.
મહિલા કોર્પોરેટર જૈનમબેન ખફીએ અને અસલમ ખીલજીએ ભારતબંધમાં સરકારનો નવતર વિરોધ કર્યો હતો અને બળદગાડા ઉપર બેસી બેનરો લગાવી,માઇકમાં સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા કાલાવડ નાકા બહાર બળદગાડા પર નવત્તર વિરોધ કરી રહેલા જેનમબેનની મહિલા પોલીસ દ્વારા તરત જ અટકાયત કરી લેવામાં આવી હતી.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024