મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોરોનામુક્ત થઈ ધેર જવા માટે વિદાય લઇ રહેલ ૭૦ વર્ષના હંસાબેન ત્રિવેદી ભારે હૈયે અને ભીની આંખે આ વાત કરી હતી.
News Jamnagar December 09, 2020
સગા દીકરા દીકરી પણ ન કરી શકે તેવી અમારી સેવા હોસ્પિટલના હેલ્પરોએ કરી છે
૭૦ વર્ષની મહિલા કોરોનામુક્ત થઈ ઘેર જવા વિદાય લઇ રહયા હતા ત્યારે જામનગરની કોવિડ હોસ્પિટલના ડિસ્ચાર્જ કાઉન્ટરમાં સર્જાયા ભાવુક દ્રશ્યો
વિદાય લઇ રહેલા દર્દીઓને અપાય છે વિવિધ જરૂરીયાતની કીટ-
સાજા થયેલા દર્દીઓને ઘરે મુકવા જવા માટે જી.જી.કોવિડ હોસ્પિટલ દ્વારા કરવામાં આવે છે વાહનની સુવિધા
જામનગર તા. ડિસેમ્બર,‘‘સગા દીકરા -દીકરી પણ ન કરી શકે તેવી અમારી સેવા હોસ્પિટલના હેલ્પરોએ કરી છે. અમને નવડાવવા, બાથરૂમ સુધી લઈ જવા, ફળ-સલાડ સુધારી દેવુ તેમજ અશક્ત અને સંપૂર્ણ પથારીવશ દર્દીઓની સ્વચ્છ કરવા સહિતની સેવા હોસ્પિટલના હેલ્પર દ્વારા સ્નેહપૂર્વક કરવામાં આવી રહી છે. નાનામાં નાની વાતની કાળજી અમારી હોસ્પિટલમાં લેવામાં આવી હતી. સમયરસર દવા -ઇંજેકશન- આરોગ્યપ્રદ ભોજન, ઉકાળા સમયસર આપવામાં આવતા હતા. આ ઉપરાંત ડોકટર-નર્સ દ્વારા પણ સુંદર સારવાર આપવામાં આવતી હતી. મને આ જી.જી. કોવિડ હોસ્પિટલમાં કોઇ મુશ્કલી પડી નથી.’’
કોરોનામુક્ત થઈ ધેર જવા માટે વિદાય લઇ રહેલ ૭૦ વર્ષના હંસાબેન ત્રિવેદી ભારે હૈયે અને ભીની આંખે આ વાત કરી હતી.
જામનગરની કોવિડ હોસ્પિટલના ડિસ્ચાર્જ કાઉન્ટરમાં આ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. હંસાબેન કોરોનામુક્ત થતા તેઓને રજા અપાયા બાદ હંસાબેન તથા તેમનો સમાન લઈને હેલ્પર હોસ્પિટલમાંથી બહાર કેમ્પસમાં ડિસ્ચાર્જ કાઉન્ટર ઉપર લઇને આવે છે.
આ ડિસ્ચાર્જ કાઉન્ટર ઉપર વિદાય લઇ રહેલા દર્દી હંસાબેનને વિવિધ જરૂરીયાતની કીટ વિનામૂલ્યે આપવામાં આવે છે. જેમાં પાણીની બોટલ, બિસ્કિટ પેકેટ, કોલ્ડ ડ્રિન્ક, કોરોના અંગેની સાવચેતીના પેમ્પ્લેટ હોય છે.
આ ઉપરાંત આ કીટ આપતી વખતે હેલ્પ ડેસ્કના હેલ્પર કમ કો-ઓર્ડિનેટર ભાવિન મુંજાલ દ્વારા હંસાબેનને હવે સાજા થયા પછી શુ-શુ ધ્યાન રાખવું જોઈએ તેની જાણકારી આપવામાં આવે છે.
જામનગર શહેરમાં રહેતા સાજા થયેલા દર્દીઓને ધરે મુકવા જવા હોસ્પિટલમાં વાહનની સુવિધા પણ ઉપલબ્ધ છે. જોકે હંસાબેનને પુત્ર સુનિલભાઇ એમના વાહનમાં જ તેડવા આવ્યા હતા.
હંસાબેનને ઠંડી અને તાવ આવતા ખાનગી હોસ્પિટલમાં દવા લીધી અને રિપોર્ટ કરાવ્યો હતો. અને પછી તેઓ જી.જી. કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે દસ દિવસ દાખલ થયા હતા. તેઓ વધુમાં કહે છે કે અમને જમવામાં કઠોળ, લીલા શાકભાજીના શાક, હળદળવાળુ દૂધ, ગરમ નાસ્તો, ઉકાળા આપવામાં આવતા હતા. ઘર કરતા પણ વિશેષ સુવિધાઓ અમને પૂરી પડાઇ હતી.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024