મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
૧૧ એકરમાં ગલગોટા, ટેટી અને તરબૂચ જેવા બાગાયતી પાકોનું વાવેતર કરી વાર્ષિક ૨૦ લાખ જેટલું મેળવે છે વળતર
News Jamnagar December 09, 2020
જામનગર
આધુનિક ખેત પધ્ધતિ સાથે નવા બાગાયતી પાકોની ખેતી કરતા ધ્રોલ તાલુકાના પ્રગતિશીલ ખેડૂત ચતુરભાઈ ભીમાણી
જ્યારથી ગલગોટાની ખેતી શરૂ કરી છે ત્યારથી ક્યારેય ખિસ્સા ખાલી રહ્યા નથી,નવા પાક, નવી ખેત પધ્ધતિથી મેળવી છે .સમૃદ્ધિ ચતુરભાઈ ભીમાણી.
જામનગર તા ૯ ડિસેમ્બર, કૃષિ ક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા આધુનિક ટેકનોલોજી અને સાધનોના ઉપયોગમાં ગુજરાત દેશભરમાં અગ્રસ્થાને છે. બાગાયત પાક માટે વિદેશની ટેકનોલોજીના પ્રયોગો પણ ગુજરાતના ખેડૂતોએ કર્યા છે. રાજ્યના ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ, સૂક્ષ્મ પિયત, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અને બાગાયતની અનેક યોજનાઓ અંતર્ગત અનેક લાભો અનેક સુવિધાઓ આપવામાં આવી છે. ત્યારે આ સુવિધાઓના લાભ સાથે ગુજરાતના ખેડૂતો આજે પરંપરાગત પાકો તરફથી નવા પાકો, નવા ફળો, ફૂલોની જાતોની ખેતી તરફ વળ્યા છે.
આવા જ અદ્યતન ખેતી તરફ વળીને નવા બાગાયતી પાકોની ખેતી કરતા જામનગરના ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામના પ્રગતિશીલ ખેડૂત ચતુરભાઈ ગણેશભાઈ ભીમાણીએ પોતાની ૧૧ એકર જમીનમાં ગલગોટા, ટેટી અને તરબૂચ જેવા બાગાયતી પાકોનું વાવેતર કર્યું છે. સામાન્ય રીતે જામનગરના ખેડૂતો પરંપરાગત પાકો માંડવી, કપાસ વગેરે જેવા પાકોનું વાવેતર કરતા હોય છે ત્યારે ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામના ચતુરભાઈ ખેતીમાં નવા બાગાયતી પાકો ખાસ કરીને ફૂલની ખેતી કરીને નવો ચીલો ચાતરી રહ્યા છે.
ચતુરભાઈ કહે છે કે મારા ૮ એકર વિસ્તારમાં ગલગોટા(મેરીગોલ્ડ)ની ચાર જાતિઓ અપ્સરા યલો, ટેનીસ બોલ પ્લસ, અશ્વગંધા પ્લસ અને ટોલ ગોલ્ડ નામક ચાર જાતિઓનું હું વૈજ્ઞાનિક ઢબે વાવેતર કરું છું સાથે અન્ય ૩ એકર વિસ્તારમાં ટેટી અને તરબુચની ખેતી ઋતુ અનુસાર કરું છું.
ચતુરભાઈ ભીમાણી કહે છે કે, ખેતીમાં નવા પાકોથી ખેડૂતો પોતાની લાગત સામે અનેકગણું વળતર મેળવી શકે છે પરંતુ સામાન્ય રીતે ખેડૂતો માંડવી,કપાસ,ચણા જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરતા હોય છે એક જ પ્રકારના પાકનું વધુ પ્રમાણ હોવાથી તેમાંથી પૂરતું વળતર મેળવી શકાતું નથી. હાલ અમે ગલગોટા, ટેટી અને તરબૂચનું વાવેતર કરીએ છીએ જેમાં ગલગોટાએ મને બારેમાસ આવક આપે છે. ગલગોટામાં પણ વૈજ્ઞાનિક રીતે વિકસિત કરેલા F-1 છોડની જાતનો ઉપયોગ કર્યો છે જેનાથી મને તેમાંથી સતત આવક ચાલુ રહે છે. જ્યારથી ગલગોટાનું વાવેતર મેં ચાલુ કર્યું છે ત્યારથી આજ સુધી ક્યારેય મારા ખિસ્સા ખાલી રહ્યા નથી, આ નવા પાકોએ મને સતત સમૃદ્ધ બનાવ્યો છે. હાલ ટેટીના પાકમાં હું ગ્રો-કવર નો પ્રયોગ કરી રહ્યો છું. મારા ગલગોટાના પાકને હું રોજ રાજકોટ ખાતે વેચું છું જ્યાંથી મારા ફૂલ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં જાય છે જે થકી હું રોજ મારા પાકનુ સારું વળતર વચેટિયા વગર મેળવું છું.
વળી ચતુરભાઈ ભીમાણીના દીકરી કે જેઓએ કૃષિમાં માસ્ટર ડિગ્રી મેળવેલ છે અને હાલમાં તેઓ કૃષિના વિષય પર જ પીએચ.ડી સંશોધન કાર્ય પણ કરી રહયા છે તેવા પૂજાબેન ભીમાણીએ નવી કૃષિ જાતો અને આધુનિક ખેતી વિશે જણાવ્યું હતું કે, હવે ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે વિકસાવેલી નવી જાતોનો ઉપયોગ કરે તે ખૂબ આવશ્યક છે, સામાન્ય રીતે હજુ પણ આપણો ખેડૂત વરસાદ પર આધારિત રહે છે ત્યારે પાકને પિયત માટે ટપક પધ્ધતિનો ઉપયોગ, ભેજ જાળવવા ગ્રો-કવર, મલ્ચીંગ જેવા સાધનોનો પ્રયોગ ખેડૂતોને ખૂબ લાભદાયી છે. મે મારા અભ્યાસ થકી મારા પિતાને ખેતીમાં અનેક નવી જાણકારીઓ આપી અને નવી ખેતી તરફ વાળ્યા છે, છેલ્લા પાંચ વર્ષથી અમે ગલગોટાની ખેતી કરી રહ્યા છીએ, જેના થકી ક્યારેય પાછું વળીને જોવાનો સમય આવ્યો નથી ત્યારે અન્ય ખેડૂતો પણ મલ્ચીંગ, ગ્રો-કવર જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને ખેતીમાંથી વધુ સારું વળતર મેળવી શકે છે સાથે જ નવા પાકનું વાવેતર કરી માર્કેટમાં પોતાના ઉત્પાદનનું સારું વળતર મેળવી શકે છે.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેક પગલા લેવાઈ રહ્યા છે. બાગાયત ખેતીમાં પણ અનેક સંશોધનો સાથે ખેડૂતો પોતાનાં ઉત્પાદનોનું સારું વળતર મેળવતા થયા છે. ત્યારે ચતુરભાઈ ભીમાણી આભાર વ્યક્ત કરતાં કહે છે કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતો માટે ખૂબ મોટા નિર્ણયો કર્યા છે સરકાર તરફ્થી મને મદદ અને માર્ગદર્શન બંને મળ્યા છે, બાગાયત કચેરી જામનગરના અધિકારીઓનું માર્ગદર્શન સતત મળતું રહેતું હોવાથી અમે નવી ખેતી પદ્ધતિઓ વિશે જાણકાર થયા અને અમારી ખેતી માટે મળતી સહાય પણ અમને અધિકારીઓના સહયોગથી સરળતાથી પ્રાપ્ત થાય છે ત્યારે અમારા ખેડૂતોના પરિવારની સમૃદ્ધિ અને તેમને સહાય બદલ રાજ્ય સરકારના અમે ખુબ આભારી છીએ.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025