મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ચકચારી નગ્ન ફુલેકા કાંડના મુખ્ય પાચેય આરોપીઓને પાસા હેઠળ અટકાયત
News Jamnagar December 09, 2020
ખંભાળીયાના ચકચારી નગ્નફુલેકા કાંડના મુખ્ય પાચેય આરોપીઓને પાસા હેઠળ પકડી પાડતી એલ.સી.બી.દેવભૂમિ દ્વારકા રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિહ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વિશાલકુમાર વાઘેલા સાહેબ નાઓએ અઠવાડીયા પહેલા ખંભાળીયામાં ધોળા દિવસે હજારો માણસોની અવર જવર વાળા રોડ ઉપરથી બળજબરીથી કેટા ગાડીમાં યુવાનનું અપહરણ કરી વીરમદળ રોડ ઉપર અવાવરૂ જગ્યામાં લઇ જઇ માર મારી સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી ફરીયાદીનો વીડીયો ઉતારી , સોશીયલ મીડીયામાં વાયરલ કરી ,
ખંભાળીયા શહેરમાં વાહનો તથા માણસોની અવર – જવરના ભીડ ભાડવાળી જાહેર મેઇન રોડ ઉપરથી ફરીયાદી ને નિર્વસ્ત્ર હાલતમાં ફુલેકું ફેરવી ,ખંભાળીયા શહેરમાં કોઇ પણ જાતના કાયદાના કે સામજના ડર વગર માનવ સમાજને લાંચન લાગે તેવું કૃત્ય કરતા આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિહ સાહેબ નાઓ દ્રારા એલ.સી.બી.ને તપાસ સોપતા તપાસની સાથે આરોપીઓના ગુનાહીત ઇતીહાસ વિશે પણ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ , જે.એમ. ચાવડા નાઓએ માહીતી મેળવી પાસાના શસ્ત્રનો ઉપયોગ કરી તમામ નીચે જણાવેલ નામવાળા પાચેય આરોપીઓ વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીના સાહેબએ તમામની પાસા દરખાસ્ત મંજુર કરતા તમામ ઇસમોને એલ.સી.બી.દેવભૂમિ દ્વારકા દ્વારા રાઉન્ડ અપ કરી પાસા એકટ હેઠળ કાર્યવાહી કરી બે ઇસમોને સુરત મધ્યસ્થ જેલ ખાતે અને ત્રણ ઇસમોને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે .
પાસા અટકાયતીઓના નામ : ( ૧ ) ભારાભાઈ જોધાભાઈ ભોજાણી ગઢવી ઉવ .૨૦ રહે . , ગુગળી ચોક , ખંભાળીયા ( ૨ ) કીરીટભાઈ જોધાભાઈ ભોજાણી ગઢવી ઉવ .૪૨ રહે . જલારામ મંદીર પાસે , ખંભાળીયા ( ૩ ) પ્રતાપભાઈ જોધાભાઈ ભોજાણી ઉવ .૪૪ રહે . પોર ગેઇટ , એસ.પી. રેસીડન્ટસી , ખંભાળીયા , ( ) કાનાભાઈ જોધાભાઈ ભોજાણી જાતે.ગઢવી ઉવ .૨૩ રહે – જલારામ મંદિર પાસે , ખંભાળીયા ( ૫ ) માણસીભાઇ ભીખુભાઇ ભોજાણી ગઢવી ઉવ .૪૩ રહે.આશાપુરા ચોક ધરારનગર ખંભાળીયા આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. , દેવભૂમિ દ્વારકા ટીમ દ્વારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024