મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણીનો જામનગર જિલ્લામાં કલેકટર રવિશંકરના હસ્તે શુભારંભ
News Jamnagar December 09, 2020
સશસ્ત્ર સેના દિનની ઉજવણીમાં ઉદાર હાથે ફાળો આપવા અપીલ
સશસ્ત્ર સેના ધ્વજદિન ઉજવણીનો ફાળો ચેક, ડ્રાફટ કે રોકડથી પણ સ્વિકારશે
દેશની સુરક્ષિતતા,અખંડિતતા અને માભોમની રક્ષા કાજે પોતાના પ્રાણન્યોછાવર કરનાર વિરલાઓનું ઋણ ચુકવવાનો દિન એટલે સશસ્ત્ર સેના ધ્વજદિન
જામનગર, તા.૦૭ ડીસેમ્બર, દેશભરમાં ૦૭ ડિસેમ્બરના રોજ ‘સશસ્ત્ર સેના ધ્વજદિન’ની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે આજરોજ કલેકટરશ્રી રવિશંકરએ સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણીની શરૂઆત અનુદાન આપી કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દિપેન ભદ્રને પણ યોગદાન આપી દેશના વીર જવાનો પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જાહેર જનતાને દેશની સુરક્ષિતતા, અખંડિતતા અને માભોમની રક્ષા કાજે પોતાના પ્રાણન્યોછાવર કરનાર વિરલાઓનું ઋણ ચુકવવા અને આ દિનથી શરૂ થનાર સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે અધિકારીઓ/કર્મચારીઓ, શાળા, કોલેજોના પ્રિન્સીપાલો, દાતાઓ, માજી સૈનિકો તથા અન્ય મહાનુભાવોને ઉદાર હાથે પોતાનો ફાળો આપવા કલેકટરશ્રી રવિશંકિરે અપીલ કરી હતી. આ ફાળાની રકમ “કલેકટર અને પ્રમુખશ્રી, જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ” લાલ બંગલો, જામનગર ખાતે ચેક ડ્રાફટ કે રોકડથી સ્વિકારવામાં આવે છે આ કચેરીનો સંપર્ક નંબર ૦૨૮૮-૨૫૫૮૩૧૧ છે.
સશસ્ત્ર સેના ધ્વજદિનની શરૂઆત ૦૭ ડિસેમ્બર ૧૯૪૯ ના કેન્દ્રીય મંત્રીની રક્ષા સમીતી દ્વારા યુધ્ધમાં શહીદ થયેલા જવાનોના પરીવારના કલ્યાણાર્થે કરવામાં આવેલ અને ત્યારથી દર વર્ષે તારીખ ૦૭ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવતા સશસ્ત્ર સેના ધ્વજદિન બાબતે સેવારત સૈનિકો, શહીદ સૈનિકો અને દિવંગત સૈનિકોના પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરવા અને તેઓના પરિવારોના ઉત્કર્ષ અર્થે ભંડોળ એકઠું કરવા જાહેર જનતા, ઔધોગિક એકમો, સરકારી/અર્ધ સરકારી, તથા દાતાઓને આ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવેલ છે. દેશ સેવાની ભાવના પ્રેરીત કરવા શૈક્ષણિક સંસ્થાઓને આ દિવસની ઉજવણી કરવા અપીલ કરી વધુમાં વધુ સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ પેટે મળેલ ફાળાનો ઉપયોગ પૂર્વ સૈનિકો / દિવંગત સૈનિકોના ધર્મપત્નિઓ તથા શહિદ સૈનિકોના પરિવારજનો / આશ્રીતોને વિવિધ યોજના હેઠળ સહાય આપવામાં કરવામાં આવશે.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024