મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
10 વર્ષ પહેલાં મંદિરમાં ચોરી કરનાર શખ્સને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ
News Jamnagar December 09, 2020
જામનગર
આજથી ૧૦ વર્ષ પહેલા જોડીયા તાલુકાના ખીરી ગામે રામ સેવા આશ્રમના હનુમાનજી મંદીરમાં રાત્રીના સમયમાં ચારેક ઇસમો દ્વારા ચોરી કરી ગુનાને અંજામ આપેલ હોય જે પૈકીના છેલ્લા ૧૦ વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આરોપીને મોરબી જીલ્લાના વાકાનેર થી દબોચી લેતી જામનગર પેરોલ / ફર્લો સ્કવોડ.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ , નાઓની સુચના તેમજ એલ.સી.બી પો.ઇન્સ . કે.જી.ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઈ શ્રી એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો ફરારી / નાસતા ફરતા ફરારી ગુન્હેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ.કોન્સ . કાસમભાઇ બ્લોચ , ગજેન્દ્રસિંહ જાડેજા , સલીમભાઇ નોયડા તથા નિર્મળસિંહ જાડેજા નાઓને હકીકત મળેલ કે જોડીયા પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં ૩૨/૨૦૧૦ ઇપીકો કલમ ૪૫૭,૩ ૮૦ , ૧૧૪ મુજબના ગુન્હાના કામેના નાસતો – ફરતો આરોપી કલમસિંગ થાઉ ભુરીયા જાતે આદીવાસી ઉ. વ ૩૭ રહે ફુલ તાલાબ વાઘઘાટી ફળીયુ તા.જોબટ જી.અલીરાજપુર ( એમ.પી ) હાલ મોરબી જીલ્લાના વાકાનેર ખાતે હાજર હોય એવી બાતમી હકીકત મળતા ટેકનીકલ એનાલીસીસના આધારે ઉપરોક્ત ટીમ સાથે સદરહુ આરોપીને પકડી પાડી પો.સબ ઈન્સ , એ.એસ.ગરચરએ ધોરણસર અટક કરી કાયદાકીય કાર્યવાહી કરી જોડીયા પો.સ્ટે . સોંપી આપવા તજવીજ કરેલ છે.
આ કામગીરીમાં પેરોલ / ફર્લો સ્કવોડના પો.સ.ઈ શ્રી એ.એસ.ગરચર તથા પો.હેડ કોન્સ.ગજેન્દ્રસિંહ જાડેજા , સુરેન્દ્રસિંહ ચૌહાણ , રણજીતસિંહ પરમાર , સલીમભાઇ નોયડા , કાસમભાઈ બ્લોચ , મેહુલભાઇ ગઢવી , નિર્મળસિંહ જાડેજા , ભરતભાઇ ડાંગર , રાજેશભાઇ સુવા , ગીરીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ . ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા એ.એસ , આઇ . ધર્મેન્દ્રસિંહ જાડેજાનાઓએ તથા નિર્મળસિંહ એસ.જાડેજા ( એલ.સી.બી ) નાઓ કરેલ છે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024