મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
હાપા યાર્ડમાં મગફળી ની આવક પર બ્રેક લાગવામાં આવી.
News Jamnagar December 10, 2020
જામનગર
જામનગર જિલ્લામાં સારા એવા વરસાદ ને લઇ મગફળી નું ઉત્પાદન આ વર્ષે નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો જેને કારણે યાર્ડ માં સારી આવક થતાં જામનગર માર્કેટીંગ યાર્ડ મગફળીથી છલકાયુ હતું. મગફળીની 34 હજાર ગુણીની આવક નોંધાતા મગફળીની આવકને બ્રેક મરાઇ હોવાનું યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ પટેલે જણાવ્યું હતું. હાપા માર્કેટીંગ યાર્ડમાં ગઇકાલે બપોરે ચાર વાગ્યાથી લઇને રાત્રીના ત્રણ વાગ્યા સુધીમાં મગફળીની આવક શરૂ કરાઇ હતી. જેમાં 300 જેટલા વાહનોમાં મગફળીના જથ્થા સાથે ખેડૂતો આવ્યા હતા અને અંદાજે 34 હજાર ગુણી મગફળીની આવક થયેલ છે.
આ આવકને ધ્યાનમાં રાખી જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક બંધ કરાઇ હોવાનું યાર્ડના સેક્રેટરી હિતેષભાઇએ પ્રેસ યાદીમાં જણાવ્યું હતું. હાપા માર્કેટીંગ યાર્ડમાં આજે ખુલ્લા બજારમાં મગફળીની હરરાજીમાં 10 હજાર ગુણી મગફળીનું વેંચાણ થયું હતું. મગફળીનો બજાર ભાવ રૂા.800થી લઇ 1250 સુધી રહ્યો હતો. આમ ખેડૂતોને મગફળીનો ભાવ ખૂબ જ સારો મળી રહ્યો છે. ટેકાના ભાવ કરતા એક મણ મગફળીએ રૂા.195 વધુ મળ્યા છે.
જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લા બજારમાં ખેડૂતોને મગફળીના ખૂબ જ સારા ભાવ મળી રહ્યા છે. જેને લઇને જિલ્લા બહારના ખેડૂતો પણ મગફળી વેંચવા માટે થઇને હાપા માર્કેટીંગ યાર્ડમાં આવી રહ્યા છે.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024