મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સંસદસભ્ય પૂનમબેન માડમની ભલામણથી ઓખા-ગોરખપુર ટ્રેન ને જામખંભાળીયા સ્ટોપ મળ્યુ
News Jamnagar December 11, 2020
તાજેતરમાં જ જનરલ મેનેજરને રૂબરૂ સુચન કરેલુ અને તાત્કાલીક ધોરણે અમલ થતા તારીખ ૧૨ થી આ સ્પેશ્યલ ટ્રેનનો દ્વારકા જિલ્લાના મથકે શરૂ થયો સ્ટોપ
જામનગર
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમની ભલામણથી ઓખા-ગોરખપુર ટ્રેન નો જામખંભાળીયા રેલવે સ્ટેશને સ્ટોપ મંજુર થયો છે તારીખ ૧૨ ને શનિવારથી આ સ્ટોપ થવાનુ શરૂ થયુ છે મહત્વની બાબત એ છે કે સંસદસભ્ય પૂનમબેન માડમ એ તાજેતરમાં જ આ લાંબા અંતરની ટ્રેન ના ખંભાળીયા સ્ટોપ મંજુર કરવા તાજેતરમાં જ સુચન કરેલુ જે નો તાત્કાલીક ધોરણે અમલ થયો હોય જામખંભાળીયા અને આજુબાજુના ગામના મોટી સંખ્યાના રેલવે યાત્રીકો માટે સાનુકુળતા થઇ છે
જનરલ મેનેજર આલોક કંસલ તાજેતરમાં જ જામનગરની મુલાકાત દરમ્યાન રાજકોટ ડીવીઝન ના ડીઆરએમ તેમજ સમગ્ર ટીમ સાથે સંસદસભ્ય પૂનમબેન માડમ ના નિવાસ સ્થાને મુલાકાતે આવ્યા હતા ત્યારે રેલવે ને લગત મુદાઓની વિશેષ છણાવટ થઇ હતી તેમજ યાત્રીકોની હજુ સુવિધા વધે તે માટે સંસદસભ્ય પૂનમબેન માડમ એ મુદાસર અને વિસ્તૃત બાબતોની ભલામણ કરી હતી
ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રેલવે પ્રશ્ર્નો બાબતે સંસદસભ્ય પૂનમબેન માડમ એ વેસ્ટર્ન રેલવે ના જનરલ મેનેજર સાથે વિસ્તૃત ચર્ચા કરી મહત્વના રૂટ બાબતે નવી ટ્રેન બાબતોએ તેમજ મહત્વના સ્ટોપ શરૂ કરવા તેમજ ફરીથી આપવા બાબતે ભારપુર્વક ભલામણ કરી હતી સાથે સાથે લાંબા અંતરની અને મહત્વની ટ્રેનો યથાવત રાખવા પણ ભારપુર્વકનુ ભલામણ સાથેનુ સુચન કર્યુ હતુ જેમા આ ઓખા-ગોરખપુર ટ્રેન ના સ્ટોપ બાબતેની ભલામણ પણ કરવામા આવી હતી
એ મીટીંગ વખતે સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ એ મહત્વપૂર્ણ મુદ્દાઓમાં વધુમા જણાવેલુ હતુ કે
કોવિડ-19 રોગચાળા પહેલા ઓખા ગોરખપુર ટ્રેનમાં
ખંભાળીયા સ્ટેશન પર સ્ટોપેજ હતુ પરંતુ અનલોક બાદ આ સ્પેશિયલ ટ્રેન ખંભાળીયા સ્ટેશન પર અટકતી ન હતી ત્યારે ખંભાળીયા એ દેવભૂમિ દ્વારકા જીલ્લાનુ જિલ્લા મથક છે તેથી ખંભાળિયા ખાતે આ વિશેષ ટ્રેનનું સ્ટોપેજ આપવું ખૂબ જ જરૂરી બની રહે છે માટે ફરીથી સ્ટોપ શરૂ કરવા ભારપુર્વક ભલામણ કરી હતી
આ ભલામણ ના પગલે ઓખા-ગોરખપુર ટ્રેન નો તાત્કાલિક ધોરણે જામખંભાળીયા સ્ટેશને સ્ટોપ શરૂ થયો છે જેથી આ પંથકના રેલવે યાત્રીકોને સાનુકુળતા થઇ છે
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024