મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
નવા સંસદભવન નું પ્રધાનમંત્રી મોદીએ ભૂમિપૂજન કર્યું,
News Jamnagar December 11, 2020
નવી દિલ્હી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદની નવી ઇમારતનો શિલાન્યાસ કાર્યો હતો. નવી ઇમારત ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનનું અભિન્ન અંગ છે અને સ્વતંત્રતા પછી પહેલી વાર લોકોની જનતાની સંસદનું નિર્માણ કરવાની સીમાચિહ્નરૂપ તક બની જશે, જે વર્ષ 2022માં સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠમાં ‘નવા ભારત’ની જરૂરિયાતો અને આકાંક્ષાઓને અનુરૂપ હશે
દેશના ઈતિહાસ માટે આજે મહત્ત્વનો દિવસ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદભવનનો શિલાન્યાસ કર્યો છે. નવા સંસદભવનમાં દરેક આધુનિક સેવાઓ રાખવામાં આવશે. આ ભવન 2022 સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે.નવા ભવનમાં લોકસભાના સાંસદો માટે અંદાજે 888 અને રાજ્યસભાના સાંસદો માટે 326થી વધારે સીટ રાખવામાં આવશે.પાર્લમેન્ટરી હોલમાં કુલ 1224 સભ્ય એકસાથે બેસી શકશે.
નવા ભવનને પેપરલેસ બનાવાશે.
સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવી સંસદભવનનો શિલાન્યાસ કર્યો છે. આ દરમિયાન સર્વધર્મ પ્રાર્થના પણ કરવામાં આવી હતી. એમાં હિન્દુ, શીખ, ખ્રિસ્તી, મુસ્લિમ, બૌદ્ધ, જૈન અને અન્ય ધર્મના ધર્મગુરુઓ હાજર રહ્યા હતા. તેમણે પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજે ભારતના લોકશાહી ઇતિહાસનો સીમાચિહ્નરૂપ દિવસ છે,
લોકસભાના સ્પીકર ઓમ બિરલાના જણાવ્યા મુજબ, નવા ભવનમાં સંસદસભ્યો માટે લોન્જ, લાઈબ્રેરી, સમિતિ રૂમ અને ભોજન રૂમ પણ હશે. ડિજિટલ સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે, જેથી સંસદને પેપરલેસ બનાવવામાં મદદ મળશે. નવી ઇમારતમાં લોકસભાના 888 અને રાજ્યસભાના 384 સભ્ય બેસી શકશે. હાલના ભવનમાં લોકસભાના 543 અને રાજ્યસભાના 245 સભ્યો બેસી શકે એવી વ્યવસ્થા છે. નવું ભવન આત્મનિર્ભર ભારતની મિશાલ બનશે. એને સંપૂર્ણ રીતે ભારતીય લોકો તૈયાર કરશે. એના નિર્માણમાં 2000 લોકો પ્રત્યક્ષ રીતે અને 9000 લોકો પરોક્ષ રીતે સામેલ થશે.
નવી ઇમારતની ઊંચાઈ હાલના ભવન જેટલી જ હશે.
ભૂકંપ પ્રતિરોધક ઇમારત ત્રિકોણીય હશે. અવકાશમાંથી 3 રંગના કિરણ જેવી દેખાશે.નવું ભવન 65 હજાર ચો.મી.માં હશે, 16,921 ચો.મી. અંડરગ્રાઉન્ડ હશે.
વિશેષતાઃ આઝાદીની 75મી વર્ષગાંઠનું સત્ર નવા ભવનમાં યોજાશે
સંપૂણ પ્રોજેકટ નો ટાટાને કોન્ટ્રેક્ટ મળ્યો
ટાટા કંપનીને નવા સંસદભવન બનાવવાનો કોન્ટ્રેક્ટ મળ્યો છે. આ પ્રોજેક્ટ પર રૂ. 865 કરોડ ખર્ચ કરવામાં આવશે. નવી સંસદ રાજ્યના પ્લોટ નંબર 118 પર બનાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટની ડિઝાઈન આર્કિટેક્ટ બિમલ પટેલે કરી છે. પ્રોજેક્ટ અંતર્ગત નવી સંસદ ઉપરાંત, ઈન્ડિયા ગેટની આસપાસ 10 ઇમારત બનાવવામાં આવશે, જેમાં 51 મંત્રાલયની કચેરીઓ હશે.
ડિઝાઇન તૈયાર કરનાર. બિમલ પટેલ.
આર્કિટેક્ચરિંગની દુનિયામાં બિમલ પટેલ ઘણું જ જાણીતું નામ છે. તેમની કંપની HCP ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે ગુજરાત સરકાર અને ભારત સરકાર માટે ઘણા મહત્ત્વના પ્રોજેક્ટ્સ કર્યા છે. અમદાવાદનો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ, કાંકરિયા રીડેવલપમેન્ટ, રાજકોટ રેસકોર્સ રી-ડેવલપમેન્ટ, RBI અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટ, IIM અમદાવાદ, IIT જોધપુર સહિતનાં બિલ્ડિંગની ડિઝાઇન તૈયાર કરી છે. તેમની પાસે 35થી વધુ વર્ષનો અનુભવ છે અને ભારત સરકારે તેમને પદ્મશ્રીથી નવાજ્યા છે.
સરકારી .માહિતી મુજબ
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024