મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રસીકરણ માટે ૫૦ વર્ષથી ઉપરના વડીલોને પ્રાથમિકતા આપી.સર્વેની કામગીરીનો પ્રારંભ
News Jamnagar December 12, 2020
જામનગર
જામનગર જિલ્લામાં કોરોના વેક્સિન અંગે સિનિયર સિટીઝનોના સર્વેનો પ્રારંભ
સિનિયર સિટીઝનોને પ્રાથમિકતા આપી વિનામૂલ્યે રસીકરણમાં સામેલ કરવાના સરકારના પગલાને આવકારતા જામનગરના વડીલો
જામનગર તા 12 ડિસેમ્બર, કોરોના મહામારી સામે લડવા હવે રસીકરણ નામક હથિયાર થોડા જ સમયમાં આવવાની આશા છે, ત્યારે જામનગર જિલ્લામાં રસીકરણ માટે ૫૦ વર્ષથી ઉપરના વડીલોને પ્રાથમિકતા આપી પ્રથમ તબક્કામાં જ વિનામૂલ્યે રસી આપવામાં આવશે. આજથી આ માટેના સર્વેનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે. જામનગર જિલ્લામાં હજુ ત્રણ દિવસ આ સર્વે કરવામાં આવશે. આમ કુલ ચાર દિવસ બાદ રસીકરણ માટે ૫૦ વર્ષથી ઉપરના, તેમજ ૫૦ વર્ષની અંદરના વયજૂથના કોઈ અતિ ગંભીર બીમારી ધરાવતા જેમ કે કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, થેલેસેમિયા, એઇડસ વગેરે ધરાવતા લોકોને પણ આ રસીકરણ ઝુંબેશમાં સાંકળી લેવા માટે સર્વે દ્વારા યાદીમાં ઉમેરવામાં આવશે.
આજથી શરૂ થયેલી આ ઝુંબેશમાં જામનગરના વિવિધ વિસ્તારોમાં બી.એલ.ઓ અને આશા વર્કર બહેનોની ટીમ યાદી તૈયાર કરવા માટે સજ્જ થઈ ગઈ છે. આ સમયે જામનગરના વડીલો પણ સરકારના આ પગલાથી અત્યંત ખુશ છે. જામનગર જિલ્લાએ કોરોનાના પ્રથમ ચરણમાં ખૂબ મોટા પ્રમાણમાં સંક્રમણનો સામનો કર્યો છે. અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને આ મહામારીમાં સૌથી વધુ પરિવારોએ વડીલોને ગુમાવ્યા છે ત્યારે મહામારી સામે લડવા માટેની રસી હવે હાથવેંતમાં જ છે અને એ રસી સરકાર દ્વારા વડીલોને વિનામૂલ્યે પ્રારંભિક તબકકામાં જ આપી દેવામાં આવશે, તેમ જાણી જામનગરના વડીલોમાં આ સંક્રમણ સામેની લડાઇ લડવાનું નવું જોમ આવ્યું છે.
સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર, ફ્રન્ટ લાઇન વર્કર, ૫૦ વર્ષથી ઉપરના અને ગંભીર બીમારી ધરાવતા પચાસ વર્ષથી નીચેના લોકોને રસીકરણ ઝુંબેશમાં સામેલ કરવામાં આવ્યા છે.ત્યારે જામનગરના વિવેકાનંદ સોસાયટીના ૭૨ વર્ષીય વૃદ્ધ લાલજીભાઈ ચુડાસમા કહે છે કે,કોરોનાની મહામારીમાં હું પોતે પણ સંક્રમિત થયો હતો અને ૧૮ દિવસ સુધી મેં જી.જી. હોસ્પિટલમાં સારવાર લીધી છે. આ બીમારીની ગંભીરતા હું ખૂબ સારી રીતે સમજું છું. આ તકલીફમાંથી પસાર થયા બાદ આજે હવે જ્યારે સરકાર અમને પ્રારંભિક તબક્કામાં જ રસીકરણ માટે પસંદ કરવા જઈ રહી છે ત્યારે સરકારના આ સંવેદનશીલ પગલાંને હું આવકારું છું, પ્રશંસનીય ગણું છું. સાથે જ અન્ય વૃદ્ધોને પણ અપીલ કરું છું કે, તમારા આંગણે સર્વે કરવા આવનાર બી.એલ.ઓ, આશા વર્કર બહેનને સહકાર આપી આ રસીકરણ ઝુંબેશમાં પોતાનું નામ નોંધાવો અને સ્વસ્થ રહો.
આ રસીકરણ ઝુંબેશમાં નામ નોંધાવવા માટેના સર્વેની કમગીરી હજુ ત્રણ દિવસ કરવામાં આવશે ત્યારે કલેકટર શ્રી રવિશંકર દ્વારા પણ લોકોને પોતાનું ઓળખકાર્ડ, મોબાઈલ નંબર જેવી આવશ્યક વસ્તુઓ સાથે રાખી ઘરે આવનાર સર્વેયરને સહકાર આપવા માટે જામનગરવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.
જિલ્લા સમાહર્તાશ્રીએ લોકોને સંદેશ આપતા કહ્યું હતું કે, હાલમાં કોરોના મહામારી બીજા ચરણમાં છે. જામનગરમાં એવરેજ લગભગ ૧.૫% ટકા ગ્રામ્ય વિસ્તારના અને ૫.૧૪ % શહેરી વિસ્તારના લોકો પોઝિટિવ આવી રહ્યા છે. હાલમાં લગ્નસરાની મોસમ પૂર્ણ થઇ છે ત્યારે લોકો સ્વસ્થ રહે તે માટે, જો તેમણે યાત્રા કરી હોય તો ખાસ પોતાનો ટેસ્ટ કરાવે. સ્વયં તકેદારી રાખે. જામનગરમાં લગભગ ૪૨ જેટલા આરોગ્ય ધનવંતરી રથ પણ ચાલુ છે. સાથે જ શહેરમાં યુ.પી.એચ.સી. અને ગ્રામ્ય કક્ષાએ પી.એચ.સી અને સી.એચ.સીમાં પણ ટેસ્ટિંગની સુવિધાઓ છે તો લોકો આ સુવિધાઓનો લાભ લઇ મહામારીને આગળ વધતી અટકાવવામાં મદદરૂપ થાય.
જામનગર જિલ્લામાં હાલ સુધીમાં ૨.૮૦ લાખ લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે, જેમાંથી ૯૩૩૫ જેટલા લોકો પોઝિટિવ આવેલા છે. સંક્રમિત થયેલા દર્દીઓમાંથી ૯૫ ટકા લોકો રિકવર થઇ ચૂકયા છે. આમ, જામનગર જીલ્લાનો રિકવરી રેટ પણ સારો જોવા મળ્યો છે. હાલમાં લોકો સંયમપૂર્વક વર્તી, બીજાને પણ સાવધાન કરી તકેદારીના પગલાં લેશે તો આ બીજા ચરણમાં પણ સંક્રમણને ખાળી શકાશે અને સંક્રમણ વધતા અટકાવી પણ શકાશે. આ સાથે જ કલેકટરએ લોકોને માસ્ક વગર ન નીકળવા અને અન્ય પણ માસ્ક વગર નિકળતા જોવા મળે તો તેમને સમજૂત કરવા વિનંતી કરી હતી.
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025