મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખાનગી પ્રેકટિસ કરનાર તબીબે કોવિડ હોસ્પિટલની સારવાર લઇ કોરોનાને આપી મ્હાત
News Jamnagar December 12, 2020
જામનગર
જામનગરના મહિલા તબીબોએ સરકારી સારવારથી કોરોનાને હરાવ્યો.
જામનગર તા.12 ડિસેમ્બર- જામનગરના ત્રણ મહિલા તબીબોએ જી.જી.સરકારી કોવિડ હોસ્પિટલની સારવારથી કોરોનાને હરાવ્યો છે. આ ત્રણ મહિલા પૈકી ખાનગી પ્રેકટિસ કરનાર સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબે પણ સરકારી કોવિડ હોસ્પિટલની સારવાર લઇ કોરોનાને મ્હાત આપી છે.
ડીન ડો.નંદીની દેસાઇ-જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન ડો.નંદીની દેસાઇ પણ કોરોનાગ્રસ્ત થયા હતા. તેઓ આ વિશે કહે છે કે, હ્દયની બિમારી ધરાવતાં મારા ૮૭ વર્ષના પિતા ડો.ભરતભાઈ છાયાને કોરોના થતાં તેમની ૨૩ દિવસ કોવિડ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. હું તેમના સંપર્કમાં હતી તેમજ મને નબળાઇ જેવું લાગતાં મારો રિપોર્ટ કરાવ્યો હતો, જે કોરોના પોઝીટીવ આવ્યો હતો. મારી નાની પુત્રીને પણ લક્ષણો હતા. તેને પણ પાંચ દિવસ હોમ આઇસોલેશનમાં રાખી હતી.
ડીન ડો.નંદીની દેસાઇ હોમ કવોરન્ટાઇન થયા હતા. ઘરેથી જ પોતાની મેડિકલ કોલેજની કામગીરી કરતાં હતા.
તેઓ વધુમાં કહે છે કે અમારી કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે તબીબી અધિક્ષકથી લઇને ડોકટર, નર્સથી લઇને ટેકનીશ્યન, સફાઇ કામદારથી લઇ હેલ્પર સહિતના તમામ સ્ટાફ કોરોના વીરોની જેમ જ દિવસ રાત દર્દીઓની સારવાર માટે જહેમત ઉઠાવી રહયા છે. ડીન તરીકે તો મને આ વાતનો અનુભવ હોય જ પરંતુ મારા પિતાની સારવારમાં પણ મે આ અનુભવ્યુ હતું.
અમદાવાદથી ફરજ બજાવીને પરત ફરેલા મહિલા તબીબ ડો.મીતા પટેલે કોરોનાને હરાવ્યો
૧૮ વર્ષથી જી.જી. હોસ્પિટલમાં ડો. મીતા પટેલ એનેસ્થેટિસ્ટ તરીકેની ફરજ બજાવે છે. તેઓને ગત તારીખ ૧લી જૂને અમદાવાદની હોસ્પિટલમાં ફરજ ઉપર મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી ૧૦ જૂને ફરજ પૂરી કરી પરત ફર્યા બાદ તેમને કોરોનાના લક્ષણો દેખાઇ આવતા, તપાસ કરાવતા કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેઓએ પણ કોવિડ હોસ્પિટલમાં જ સારવાર લીધી હતી.
ડો. મીતા પટેલ કહે છે કે, અમારી ફરજ દરમિયાન માસ્ક, પીપીઇ કીટ વગેરે પહેરીને જ દર્દીઓને તપાસતા હોઇએ છીએ. તમામ પ્રકારની સાવચેતી છતાં અમે દર્દીઓના સંપર્કમાં વધુ રહેવાથી સંક્રમિત થઇ જઇએ છીએ. ૧૫ મીનીટથી વધુ જો કોરોનાગ્રસ્ત લોકોના સંપર્કમાં આવીએ તો કોઇને પણ કોરોનાનો ચેપ લાગી શકે.
ડો. પટેલ તેમના દર્દી તરીકેના અનુભવો વિશે કહે છે કે, કોવિડ હોસ્પિટલમાં મને દરરોજ ત્રણ વાર ફિઝિશ્યિન તપાસવા આવતા હતા. ટાઇમ ટુ ટાઇમ દવા-ઇંજેકશન અપાતા. કોરોનાની ફેફસામાં અસર ન થાય અને ફેફસા મજબુત બને તે માટે શ્વાસની કસરતો પણ કરાવાતી હતી. ઓકિસજન-વેન્ટીલેટર સહિતની તમામ સુવિધાઓ અહીંની હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. અહીંના હેલ્પર-અટેન્ડન્ટ ધરના સભ્યોની જેમ ધ્યાન રાખતા. પ્રેમ પૂર્વક જમાડતા. અને હા, હોસ્પિટલ સંપૂર્ણ હાઇજનિક રહેતી. ભોજન પણ પૌષ્ટિક અપાતુ હતું.
પાંચ દર્દીઓ તથા સગા મામાને સરકારી કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે મોકલતા ખાનગી તબીબ ડો.કલ્પના ખંઢેરિયા
‘હોસ્પિટલના સ્ટાફ દ્વારા ઘર જેવો લાગણીસભર માહોલ ઉભો કરાયો છે’
ખાનગી પ્રેકટિસ કરનાર સ્ત્રી રોગ નિષ્ણાંત અને જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટીયુટના પ્રમુખ ડો.કલ્પના ખંઢેરિયાએ પણ સરકારી કોવિડ હોસ્પિટલની શ્રેષ્ઠ સારવાર લઇ કોરોનાને મ્હાત આપી છે.
ડો.કલ્પના ખંઢેરિયા કહે છે કે હું કેટલાક લોકોના સંપર્કમાં હતી તેઓને કોરોના પોઝીટીવ આવતા મે પણ મહાનગર પાલિકાના આરોગ્ય કેન્દ્રમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જયા મારો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેથી સારવાર માટે સરકારી કોવિડ હોસ્પિટલમાં હું પાંચ દિવસ રહી હતી. અહીં મને ઉતમ સારવાર આપવામાં આવે છે. આપણી એવી માનસિકતા છે કે ખાનગી હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર અને સુવિધા હોય છે. પરંતુ હકીકત એવી નથી. સરકારી હોસ્પિટલમાં પણ શ્રેષ્ઠ સારવાર, વ્યકિતગત કાળજી, ગુણવત્તાયુકત ભોજન આપવામાં આવે છે. સ્વચ્છતા અને સલામતીની વ્યવસ્થા પણ સુંદર હતી. મારી પાંચ દિવસની સારવાર દરમિયાન મને સુખદ અને સંતોષકારક અનુભવ રહ્યો છે.
મારા ચારથી પાંચ દર્દીઓ અને મારા જેતપુરથી આવેલા મામાને પણ જી.જી.કોવિડ હોસ્પિટલમાં સારવાર લેવા મેં મોકલ્યા હતા.કોરોનામાં હોમ આઇશોલેશનની મુશ્કેલીઓ અંગે તેઓ કહે છે કે સ્ટાફ, સગા સબંધીઓ તમામ આપણને મળતા બંધ થઇ જાય. આપણે એકલા પડી જઇએ. ત્યારે હોસ્પિટલના સ્ટાફ દ્વારા ધર જેવો લાગણીસભર માહોલ ઉભો કરાયો હતો. આવી સુંદર વ્યવસ્થાઓ માટે હું હોસ્પિટલના સર્વે સ્ટાફની આભારી છું. તેમજ રાજ્ય સરકાર દ્વારા પણ અનેક લોકોને-દર્દીઓને ઉપયોગી સુવિધાઓ અપાઈ છે.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024