મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ભારતીય લશ્કરમાં જોડાવા માંગતા યુવાનો માટે લશ્કરી ભરતી મેળો
News Jamnagar December 14, 2020
દેવભૂમિ દ્વારકા જીલ્લા ખાતે લશ્કરી ભરતી રેલી માટેનું આયોજન
જામનગર તા.૧૪ઃભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે તા:-૦૧/૦૨/૨૦૨૧ થી તા:- ૧૫/૦૨/૨૦૨૧ સુધી,એનડીએચ હાઇસ્કુલ ગ્રાઉન્ડ ,દેવભૂમિ દ્વારકા જીલ્લા ખાતે લશ્કરી ભરતીમેળા નું આયોજન કરવામાં આવેલ છે, આ લશ્કરી ભરતીમેળામાં , સોલ્જર જનરલ ડ્યુટી ,સોલ્જર ટેકનીકલ , સોલ્જર ટેકનીકલ એવિએશન એમ્યુનીશન એક્સામીનેશન, સોલ્જર ક્લાર્ક, સોલ્જર ટેકનીકલ( નર્સિંગ આસિસ્ટન્ટ, નર્સિંગ આસિસ્ટન્ટ વેટરનરી), સિપાઈ(ફાર્મા) અને સોલ્જર ટ્રેડમેન ની કક્ષા પર ભરતી યોજાવાની છે , આ ભરતી રેલીમાં ભાગ લેવા માટે જે ઉમેદવારે http://www.joinindianarmy.nic.in વેબસાઈટ પર અગાઉ ઓનલાઈન અરજી કરેલ છે એમને પણ ફરીથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોને ઈ- મેઈલ મારફતે કોલ-લેટર મોકલવામાં આવશે, જેથી અરજી કરેલ તમામ ઉમેદવારો એ ઓનલાઈન અરજી દરમિયાન દાખલ કરવામાં આવેલ ઈ- મેઈલ ચેક કરતા રહેવું. લશ્કરી ભરતીમાં ફરજીયાત એફીડેવીટ રજુ કરવું પડશે અને જે ઉમેદવારો ભાગ લેવા માટે ઉપસ્થિત રહેશે તે ઉમેદવારે COVID-19/ASYMPTOMATIC પ્રમાણપત્ર સરકારી હોસ્પીટલના પ્રમાણિત ચિકિત્સક દ્વારા ૭૨ કલાક પહેલાનું પ્રમાણપત્ર સાથે લાવવું ફરજીયાત રહેશે. જેની લશ્કરી ભરતીમાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારો એ નોંધ લેવી, આ ભરતી પ્રક્રિયા સંદર્ભે વધુ વિગતો માટે તથા એફીડેવીટ ના નમુના માટે આર્મી ભરતી કાર્યાલય ,જામનગર (૦૨૮૮ -૨૫૫૦૩૪૬, અથવા રોજગાર કચેરી ,જામનગર (૦૨૮૮-૨૫૬૪૬૫૪) નો ટેલીફોનીક અથવા રૂબરૂ સંપર્ક કરવા તથા રોજગાર કચેરી જામનગર નું ફેશબુક પેઝ EMPLOYMENT OFFICE JAMNAGAR ની અપડેટ ચેક કરતા રહેવા જણાવવામાં આવે છે . એમ મદદનિશ નિયામક(રોજગાર) દ્વારા જણાવવામાં આવેલ છે.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024