મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આગામી ત્રણ દિવસ સુધી હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી
News Jamnagar December 14, 2020
ગુજરાત
આગામી ત્રણ દિવસ સુધી હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી અમદાવાદ તા. ૧પઃ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી હાડ થીજવતી ઠંડીની હવામાન વિભાગએ આગાહી કરી છે, અને કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો આઠ ડીગ્રીથી નીચે જઈ શકે તેવું અનુમાન કરાયું છે.
રાજ્યમાં કડકડતી ઠંડી પડવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યમાં ઠંડીને લઈને હવામાનની આગાહી સામે આવી છે જેમાં આજ રાતથી લઘુત્તમ તાપમાન ગગડવાની શક્યતાઓ છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સ ગુજરાતથી આગળ વધતા ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે. હાડ થીજવતી ઠંડીનો લોકોએ સામનો કરવો પડી શકે છે. આવનારા ૩ દિવસ ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની આગાહી છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ પછી આજે રાજ્યમાં ગામડા અને શહેરોમાં ધુમ્મસ છવાયું હતું.
વાતાવરણમાં આવેલા પરિવર્તનને કારણે વિઝિબિલિટી ડાઉન થતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. અચાનક વાતાવરણના પલટાથી બેવડી ઋતુનો અનુભવ થયો હતો. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોના લઘુત્તમ તાપમાન ર૦ ડીગ્રીની નીચે રહેતા વહેલી પરોઢે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. દિવસે પણ તાપમાન સામાન્યથી ઘટી ૩૦ ડીગ્રી નીચે રહેતા દિવસે પણ ઠંડકનો અહેસાસ લોકોએ કર્યો હતો, ત્યારે આગામી દિવસોમાં ઠંડી વધવાની સંભાવના છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્ય પરથી હટી જતા વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે, જો કે માવઠા પછી હવે ધીરે ધીરે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં આવનારા ત્રણ દિવસ ઠંડી વધવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સમય દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો ૮ ડીગ્રીની નીચે જવાની પણ શક્યતા છે. આજે ૧૦ ડીગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું,જ્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન ૧૭.ર ડીગ્રી પર સ્થિર રહેતા વહેલી પરોઢે ફૂલગુલાબી ઠંડી વર્તાઈ હતી.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024