મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
નવા વર્ષની ઉજવણી માટે મંગાવવામાં આવેલ ઇંગ્લીશ દારૂના કટીંગ સમયે આર.આર.સેલ.ત્રાટકી લાખો મુદ્દામાલ જપ્ત..
News Jamnagar December 14, 2020
રાજકોટ
31 નવા વર્ષની ઉજવણી માટે મંગાવવામાં આવેલ ઇંગ્લીશ દારૂના કટીંગ સમયે મસમોટા જથ્થા સાથે વાહનો સાથે એક ઇસમને પકડી પાડતી રાજકોટ રેન્જ રાજકોટની ટીમ સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ પો.સ્ટે .વિસ્તારના તરણેતર સરા રોડ ઉપર આવેલ વાડી માંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ -૬૬૨૪ રૂ .૨૭,૭૯,૮૦૦ / -તથા આઇસર ટ્રક -૧ , બોલેરો પીકઅપ -૩ ,મોબાઇલ -૧ મળી કુલ રૂ .૪૬,૮૪,૮૦૦ /નો મુદ્દામાલ કબ્બે કરેલ છે આગામી દિવસોમાં 31st ની ઉજવણી થનાર હોય જે અન્વયે સંદીપ સિંઘ સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ નાઓએ રેન્જના તમામ જીલ્લાઓને પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્તોનાબુત કરવા સુચના કરેલ.
જે અન્વયે અત્રેની રીડર શાખાના પોલીસ ઇન્સ એમ.પી.વાળા નાઓને મળેલ ખાનગીરાહેની ચોકકસ હકિકત આધારે સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ પો.સ્ટે .વિસ્તારના તરણેતર – સરા તરફ જવાના રસ્તે આવેલ દીલીપ બાવકુભાઇ કાઠી દરબારની વાડીમાં ઇંગ્લીશ દારૂનુ કટીંગ થવાનું હોવાની માહીતી મળતા તુર્તજ શાખાના રસીકભાઇ પટેલ , રાજદીપસિહ ઝાલા , શીવારાજભાઇ ખાચર તથા ધર્મેન્દ્રસિંહ વાઘેલા નાઓને હકીકત વાળી જગ્યાએ મોકલી વાડી ચેક કરાવતા આઇસર નં . જીજે – ૩૬ – ટી -૧૦૮૨ તથા યુટીલીટી ને જીજે – ૧૬ – ઝેડ -૧૫૮૪ , જીજે – ૧૩ – એડબલ્યુ -૩૯૭૮ , જીજે – ૩ – બીડબલ્યુ -૯૮૯૫ ના વાહનો મળી આવતા તેમજ જગ્યા ઉપરથી ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની બોટલ નંગ -૬૬૨૪ કિ.રૂ .૨૭,૭૯,૮00 / તથા આઇસર -૧ અને બોલેરો પીકઅપ -૩ , મોબાઇલ ફોન -૧ મળી કુલ રૂ .૪૬,૮૪,૮00 / – નો મુદ્દામાલ કબ્બે કરી હાજર મળી આવેલ આરોપી ને
( ૧ ) જેમાભાઇ લવજીભાઇ ખમાણી રહે . તરણેતર , થાન , સુરેન્દ્રનગર વાળાને જગ્યા ઉપરથી હસ્તગત કરી તેમજ આરોપી નં . ( ર ) દીલીપભાઇ બાવકુભાઇ કાઠી દરબાર રહે . નાનીમોલડી , ચોટીલા , સુરેન્દ્રનગર વાળો તથા ( ૩ ) છ અજાણ્યા ઇસમો અને તપાસમાં ખુલે તે તમામ વિરુધ્ધ થાનગઢ પો.સ્ટે . ગુનો રજી . કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024