મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો.
News Jamnagar December 15, 2020
જામનગર
સદગત ડેપ્યુટી કલેકટર પંકજસિંહજી કે. જાડેજા કે જેમણે પોતાના સત્કાર્યો અને સેવાકીય કાર્ય પધ્ધતિને લીધે લોકોના હદયમાં કાયમી સ્થાન પ્રાપ્ત કરેલ છે તેવા પંકજસિંહજી જાડેજાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે આર.એસ.એસ.ના દતાત્રેય ઉપનગર, ભારત વિકાસ પરિષદ તેમજ ડે. કલેકટર પંકજસિંહજી જાડેજા મેમોરીયલ ગ્રુપના સંયુકત ઉપક્રમે કોવિડ માર્ગદર્શિકા અનુસાર એક રકતદાન કેમ્પ જામનગરનીસનસાઇન સ્કુલ ખાતે તા. 13/12/2020 ને રવિવારે ખુબ જ સફળ રીતે યોજાય ગયેલ હતો.
આ દિવસે સવારના 09.00 કલાકે દિપ પ્રાગટગ કરવામાં આવેલ, જેમાં નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી મીતાબેન જોષી, જીલ્લા હોમ ગાર્ડઝ કમાન્ડન્ટ સુરેશભાઇ ભીંડી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, ભારત વિકાસ પરિષદના પ્રમુખ ધર્મેન્દ્રભાઇ રાવલ, ઉપનગર કાર્યવાહ દિનેશભાઈ ચાંદેગરા ,જામનગર વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ ભરતભાઇ ફલીયા વિગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેલાં.
શ્રીમતી જોષીએ આર.એસ.એસ. અને તેની સહભાગી સંસ્થાઓએ લોકડાઉન દરમ્યાન જે સેવાકીય કાર્યો કરેલા તેની નોંધ લઇને સંઘની સેવાકીય પ્રવૃતિઓની સરાહના કરેલ. સાથે સાથે, તેણીએ સ્વ. પંકજસિંહજી જાડેજા સાથેના તેમના સંસ્મરણો વાગોળીને આ મહામાનવની સ્મૃતિમાં આવા કાર્યક્રમો યોજાય છે તે માટે આર.એસ.એસ.ના દતાત્રેય ઉપનગર, ભારત વિકાસ પરિષદ તેમજ ડે. કલેકટર પંકજસિંહજી જાડેજા મેમોરીયલ ગ્રુપ – ત્રણેય સંસ્થાઓને બિરદાવેલ. આ તબકકે નગર સંઘચાલકજી પ્રિન્સીપાલ જી. બી. સિંહ, વરિષ્ઠ કાર્યકર્તા દિનેશભાઇ વ્યાસ, વૃજલાલભાઇ પાઠક તેમજ ભારત વિકાસ પરિષદના અનિલભાઇ ડાંગરીયા, વિજયભાઇ ભટૃ, દ્વારકા જીલ્લા ભાજપ મહામંત્રી યુવરાજસિંહ વાઢેર તેમજ રાજપુત સમાજના અગ્રણીઓએ પ્રેરણાદાયી હાજરી આપીને રકતદાતાઓને બિરદાવ્યા હતાં.
આ રકતદાન કેમ્પમાં ૧૦-બહેનો સહીત કુલ-60 રકતદાતાઓ સહભાગી થયેલાં. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કમલેશભાઇ દવે દ્વારા કરવામાં આવેલ. આવી વિકટ પરીસ્થીતીમાં રક્તદાન કરવા આવનાર તમામ દાતાઓનો સંસ્થાએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ. એકત્ર થયેલ રકત ગુરૂ ગોવિંદ સિંઘ હોસ્પિટલની બ્લડ બેંકને આપવામાં આવેલ. આ બ્લડ બેંકના ડો. પિયુષભાઇ ચુડાસમા અને તેની સમગ્ર ટીમનો સંસ્થા દ્વારા વિશેષ આભાર માનવામાં આવેલ.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024