મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
દારૂની 300 બોટલ.કાર સહિત સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોડ
News Jamnagar December 16, 2020
જામનગર
જામનગર ગોકુલનગર વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ -૩૦૦ કિ.રૂ .૧,૫૦,૦૦૦ / તથા ઇનોવા કાર કી.રૂ .૩,૦૦,૦૦૦ એમ મળી કુલ કી.રૂ .૪,૫૦,૦૦૦ નો મુદામાલ પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડ જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ તથા ઇ / ચા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબ નાઓની સુચના તેમજ એલ.સી.બી. પો.ઈન્સ . કે.જી. ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પો.સ.ઈ. એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો ફરારી / નાસતા ફરતા ફરારી ગુન્હેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા .
તે દરમ્યાન પો.હેડકોન્સ . રાજુભાઇ સુવા સુરેન્દ્રસિંહ ચૌહાણ તથા મેહુલભાઇ ગઢવી તથા પો.કોન્સ . ધર્મેન્દ્રભાઇ એચ.વૈષ્ણવને નાઓને મળેલ હકીકતના આધારે રેઈડ કરતાં ધર્મેશ ઉર્ફે ધમો રસીકભાઇ ગોહીલ ના રહેણાંક મકાને થી ( ૧ ) મેકડોવેલ્સ નં . – ૧ વ્હિસ્કી ની વિદેશી દારૂની બોટલ નંગ -૨૫૨ કી.રૂ. ૧,૨૬,000 / – તથા ( ૨ ) એપીસોડ ગોલ્ડ વ્હીસ્કી ની વિદેશી દારૂની બોટલ નંગ -૪૮ કી.રૂ. ૨૪000 /- તથા ઇનોવા કાર કિ.રૂ .૩,૦૦,000 / – મળી કુલ રૂ .૪,૫૦,૦૦૦ / ના મુદામાલ પકડી પાડેલ તેમજ સદરહુ ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખનાર ધર્મેશ ઉર્ફે ધમો રસીકભાઇ ગોહીલ જામનગર વાળાઓને ફરારી જાહેર કરી પો.સબ ઈન્સ . એ.એસ.ગરચરએ ધોરણસર કાયદાકીય કાર્યવાહી કરવા જામનગર સીટી સી ડીવીઝન પો.સ્ટે . ખાતે ગુન્હો રેકર્ડ કરાવી આગળની તપાસ હાથ ધરેલ છે .
આ કામગીરી પેરોલ / ફર્લો સ્કવોડના પો.સ.ઈ એ.એસ.ગરચર તથા પો . હેડ કોન્સ . ગજેન્દ્રસિંહ જાડેજા , સુરેન્દ્રસિંહ ચૌહાણ , રણજીતસિંહ પરમાર , નિર્મળસિંહ જાડેજા , સલીમભાઇ નોયડા , કાસમભાઈ બ્લોચ , મેહુલભાઇ ગઢવી , ભરતભાઇ ડાંગર , રાજેશભાઇ સુવા , ગીરીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ . ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા એ . એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ જાડેજાનાઓએ કરેલ છે .
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024