મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
માળીગામની સીમમાં ચાલતા જુગારના અખાડા પર ત્રાટકી લોકલ ક્રાઈમ બ્રાન્ચ 3 મહિલા સહિત 9 ઇશમોને લાખોના મુદ્દામાલ સાથે આબાદ ઝડપી લીધા
News Jamnagar December 16, 2020
દેવભૂમિ દ્વારકા
કલ્યાણપુર તાલુકાના માળી ગામની સીમમાં ચાલતા જુગારના અખાડા માંથી કુલ નવ ઇશમોને રોકડા રૂપીયા , ત્રણ ફોરવ્હીલ કાર તેમજ જુગારના સાધનો મળી કુલ રૂ . ૧૨,૪૦,૩૨૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી દેવભૂમિ દ્વારકા . રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિહ સાહેબ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ વડા વિશાલ વાઘેલા સાહેબ દ્વારા જિલ્લામાં દારૂ – જુગારની પ્રવૃતિ સદતંર નાબુદ કરવાના હેતુથી એલ.સી.બી પો.ઇન્સ જે.એમ. ચાવડા નાઓને સુચના કરી માર્ગદર્શન પુરુ પાડેલ હોય જે અન્વયે આજ રોજ એલ.સી.બી પો.ઇન્સ જે.એમ.ચાવડા સાહેબ નાઓ એલ.સી.બી ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા.
તે દરમયાન એલ.સી.બી સ્ટાફના હેડ કોન્સ મસરીભાઇ આહીર , તથા બોધાભાઇ કેશરીયા નાઓને અગાઉથી ચોક્કસ બાતમી મળેલ કે , કલ્યાણપુર તાલુકાના માળી ગામની સીમમાં રહેતા અજાભાઇ ભીમાભાઇ જામ ગઢવી વાળાઓ પોતાના રહેણાંક મકાને બહારથી ફોર વ્હીલ કારમાં મોટા પ્રમાણમાં પુરષો તથા સ્ત્રીઓને જુગાર રમવા બોલાવી , જુગારનો અખાડો ચલાવે છે તેવી હકીકત આધારે એલ.સી.બી , પો.ઇન્સ જે.એમ.ચાવડા નાઓની સાથે એલ.સી.બી ટીમના એ.એસ.આઇ વિપુલભાઇ ડાંગર , હેડ કોન્સ મસરીભાઇ આહીર , બોધાભાઇ કેશરીયા , ભરતભાઇ ચાવડા , જેસલસીંહ જાડેજા , પો.કોન્સ વીશ્વદીપસીંહ જાડેજા તથા મહીલા પો.સ્ટેના પો.કોન્સ મંજુલાબેન હાડગરડા નાઓ દ્વારા માળી ગામની ગલા ધાર સીમમાં રહેતા અજાભાઇ ભીમાભાઇ જામ ગઢવી વાળાઓના વાડીના રહેણાંક મકાને રેઇડ કરી નીચે જણાવેલ નામવાળા આરોપીઓ તથા નીચે જણાવેલ વિગતેનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ અર્થે કલ્યાણપુર પો.સ્ટે તરફ સોપી આપેલ છે . અટક કરેલ આરોપીઓના નામ – સરનામા ( ૧ ) ભીમાભાઇ જામ જાતે – ગઢવી ઉવ -૨૮ રહે . માળી ગામની ગલાધાર સીમ , તા . કલ્યાણપુર , જિ . દેવભૂમિ દ્વારકા ( ૨ ) સવદાસભાઇ જેઠાભાઇ કારાવદરા જાતે મેર ઉવ -૫૬ ધંધો – ખેતી રહે . નગડીયા ગામતા.કલ્યાણપુર ( 3 ) ભરતભાઇ રામાભાઇ ગોરાણીયા જાતે – મેર ઉવ .૩૯ , ધંધો – ખેતી રહે , ખાંભોદર તા.જી પોરબંદર ( ૪ ) ભીમાભાઇ માંડણભાઇ ગોરાણીયા જાતે મેર ઉવ .૨૯ ધંધો ખેતી રહે . અડવાણા તા.જી પોરબંદર ( ૫ ) કલ્પેશભાઇ કિશોરભાઇ બાંભણીયા જાતે – બ્રામણ ઉવ .૩૦ ધંધો- મજુરી તથા નોકરી રહે . જયુબેલી પાર્ક , પોરબંદર ( ૬ ) બાબુભાઇ રામાભાઇ ગોરાણીયા જાતે મેર ઉવ ૪૫ ધંધો ખેતી રહે . બગવદર વાડી વિસ્તાર તા.જી. પોરબંદર ( ૭ ) કુસુમબેન વા / ઓ સુનીલભાઇ લાલજીભાઇ ઝાલા , જાતે- મોચી , રહે.- મેર બોડીંગ ગામ પાસે , પોરબંદર ( ૮ ) જાગૃતિબેન વા / ઓ મહેશભાઇ ગોપાલભાઇ જોષી ઉ.વ ૪૨ રહે . છાયા , પરિશ્રમ સોસાયટી , પોરબંદર ( ૯ ) દક્ષાબેન વા / ઓ નીલેશભાઇ વેલાભાઇ લોઢારી જાતે ખારવા ઉવ -૩૬ રહે . કે.કે.નગર , બોખીરા તા.જી. પોરબંદર ઉપરોક્ત અટક કરેલ આરોપીઓની વધુ પુછપરછ કરતા આરોપી સવદાસભાઇ જેઠાભાઇ કારાવદરા જાતે મેર ઉવ -૫૬ ધંધો – ખેતી રહે . નગડીયા ગામતા.કલ્યાણપુર વાળાઓ દારૂ ( કેફી પીણુ પીધેલ ) હાલતમાં મળી આવેલ હોય તેઓની વિરૂધ્ધ અલગથી હેડ કોન્સ બોધાભાઇ કેશરીયાનાઓએ ફરીયાદ રીપોર્ટ આપેલ છે .
કબજે કરેલ મુદામાલ ( ૧ ) રોકડ રૂપિયા ૫૫૩૨૦ / ( ૨ ) ફોરવ્હીલ વાહન ગાડી- ૩ કિ.રૂ. ૧૧,૫૦,૦૦૦ / ( ૩ ) મોબાઇલ ફોન નંગ -૮ કિ.રૂ. ૩૫,૦૦૦ / કુલ મુદામાલ રૂ . ૧૨,૪૦,૩૨૦ / આરોપીઓ અગાઉ પકડાયેલ હોય તેવા સ્થળોની માહીતી ઉપરોક્ત પકડાયેલ આરોપીઓ પૈકી ( ૧ ) આરોપી જાગૃતિબેન વા / ઓ ગોવીંદભાઇ પાઠક નાઓ અગાઉ માણાવદર તેમજ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે પકડાયેલ છે . ( ૨ ) આરોપી કલ્પેશભાઇ કિશોરભાઇ બાંભણીયા રહે . જયુબેલી પાર્ક , પોરબંદર વાળાઓ અગાઉ લાંબા , પોરબંદર , માણાવદર ખાતે પકડાયેલ છે .
આ કામગીરી કરનાર ટીમ એલ.સી.બી પો.ઇન્સ જે.એમ.ચાવડા , સ્ટાફના એ.એસ.આઇ. સજુભા જાડેજા , કેશુરભાઇ ભાટીયા , દેવસીભાઇ ગોજીયા , વિપુલભાઇ ડાંગર , નરસીભાઇ સોનગરા , ધર્મેન્દ્રસીહ ચુડાસમા હેડ કોન્સ . અરજણભાઇ મારૂ , બલભદ્રસીહ ગોહીલ , મસરીભાઇ આહીર , ભરતભાઇ ચાવડા , જેસલસીહ જાડેજા , સહદેવસીહ જાડેજા , બોઘાભાઇ કેશરીયા , મહેન્દ્રસીહ જાડેજા , હસમુખભાઇ કટારા પોલીસ કોન્સ , જીતુભાઇ હુણ , વિશ્વદીપસીહ જાડેજા તથા મહીલા પો.સ્ટે . મહીલા કોન્સ . મંજુલાબેન જોડાયા હતા .
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024