મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રાજકોટ શહેરને સુંદર અને રળિયામણું બનાવવા અર્બન ફોરેસ્ટ સહિતના વિવિધ સ્થળોની સમીક્ષા કરતા મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ
News Jamnagar December 16, 2020
રાજકોટ.
તારીખ: ૧૬-૧૨-૨૦૨૦ રાજકોટને સ્માર્ટ અને વિકાસ તરફ વેગવંતુ બનાવવા હાથ ધરવામાં આવી રહેલા વિવિધ પ્રોજેક્ટમાં શહેરને પ્રાકૃતિક અને સોંદર્યથી સજ્જ બનાવવાના પ્રોજેક્ટનો પણ સમાવેશ થઇ રહ્યો છે. રાજકોટને એક ગ્રીન અને પ્રાકૃતિક સોંદર્ય બનાવવા માટે આજી ડેમ પાસે ડેવલોપ થતું અર્બન ફોરેસ્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટનું કાર્ય પ્રગતિ પર છે. કામગીરીની સમીક્ષા અને પ્રોગ્રેસીવ રીપોર્ટ મેળવવા માટે ગઈકાલે મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે અર્બન ફોરેસ્ટ તેમજ ૮૦ ફૂટ રોડ, અમુલ સર્કલ પાસે આવેલ જગ્યા રોકાણ પ્લોટ, ભક્તિનગર સર્કલ પાસે આવેલ ગીતાનગર હોકર્સ ઝોન અને પારડી રોડ પર આવેલ પૂજ્ય રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલની મુલાકાત અને સમીક્ષા કરી હતી. કમિશનરએ કુદરતી સોંદર્ય ધરાવતા અર્બન ફોરેસ્ટમાં હાલ ચાલી રહેલા આંતરિક રસ્તાના કામ, ફૂલછોડ વાવવાના કામ તેમજ પાણીની પાઈપલાઈન, પંપ વગેરેના કાર્યોની પ્રગતિ નિહાળી હતી અને નિર્ધારિત લક્ષ્યાંકિત સમયમાં કામ પૂર્ણ કરવા સુચના આપી હતી.
આ કામગીરી સમયસર અને ઝડપી પૂર્ણ થાય તે માટે સંબધિત અધિકારીને સુચના આપી હતી. સાઈટ વિઝીટ દરમ્યાન મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ સાથે નાયબ મ્યુનિ. કમિશનર સી.કે. નંદાણી અને એ.આર.સિંહ, પી.એ.(ટેક.) ટુ રસિક રૈયાણી, સિટી એન્જી. વાય.કે.ગૌસ્વામી, કે.એસ.ગોહેલ, એચ.એમ.કોટક, ડાયરેક્ટર પાર્ક્સ એન્ડ ગાર્ડન ડો. કે.ડી.હાપલીયા, ડે. એક્સી. એન્જી. પરેશ પટેલ, આઈ.યુ.વસાવા, બી.ડી.જીવાણી અને પી.સી.વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા.
અર્બન ફોરેસ્ટ ખાતેની મુલાકાતની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરએ પ્લાન્ટેશન અંગે વિસ્તૃત માહિતી મેળવી તેમજ વોટર વર્કસ નેટવર્ક સિસ્ટમ અંગે માહિતી મેળવી હતી. સિવિલ કામગીરી જેમ કે રસ્તા અને કમ્પાઉન્ડની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સુચના આપી હતી હતી. અર્બન ફોરેસ્ટ પાસેના ડીપી રોડ પરના બંને સાઈડમાંથી રબીશ દુર કરવા સંબધિત અધિકારીને સુચના આપી હતી.
૮૦ ફૂર રોડ પર આવેલ અમુલ સર્કલ પાસેના દબાણ હટાવ શાખાના પ્લોટમાં સી.સી. વર્ક કરવા તેમજ સ્ક્રેપની હરરાજી કરી નિકાલ કરવા દબાણ હટાવ શાખાને સુચના આપી હતી. ભક્તિનગર સર્કલ પાસે આવેલ મેઘાણી રંગભવન પાછળ ઉભા રહેતા ખાણીપીણીના લારીવાળાને ગીતાનગર હોકર્સ ઝોનમાં શિફ્ટ કરવા સુચના આપવામાં આવી હતી તેમજ પારડી રોડ પર આવેલ પૂજ્ય રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલને સેન્ટ્રલ એરકન્ડીશન કરવા માટે જરૂરી પ્લાનીંગ કરવા સુચના આપી હતી.
રાજકોટ શહેરને સુંદર અને રળિયામણું બનાવવા રાજકોટ મહાનગરપાલિકા સતત કાર્યશીલ રહી છે, લોકોને વધુ સારી સુવિધા મળી રહે તેવું આયોજન કરવામાં આવે છે. મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ પોતે રૂબરૂ કામગીરીની સમીક્ષા કરે છે અને કામગીરીનો પ્રોગ્રેસ રીપોર્ટ પણ મેળવી આવશ્યક સૂચનાઓ પણ આપવામાં આવે છે. કામગીરી ઝડપથી પૂર્ણ કરી શહેરીજનોને અર્પણ કરવાના સતત પ્રયત્નો કરાતા રહ્યા છે.
આજીડેમ પાસે નિર્માણ પામનાર ભવ્ય અર્બન ફોરેસ્ટ શહેરીજનો માટે ફરવા લાયક એક સુંદર સ્થળ બની રહેશે. પર્યાવરણની જાળવણી અને ગ્રીન રાજકોટ માટે ઉમદા સ્થળ ગણાશે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024