મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાતાઓ દ્વારા વહાવવામાં આવી છે દાનની સરવાણી
News Jamnagar December 17, 2020
જામનગર
જામનગર તા.૧૭ ડિસેમ્બર- સમાજમાં સાધન સંપન્ન અને સુખી લોકોની જરૂરિયાતમંદ સમાજ માટે કશુક કરવાની નૈતિક જવાબદારી રહેલી હોય છે અને આવી જ જવાબદારી બખૂબી નિભાવી રહયા છે અનેક નામી અનામી દાતાઓ.
જામનગરની જી.જી.હોસ્પિટલમાં અનેક દાતાઓ દ્વારા રોકડ સહાયથી લઇ અનેક વસ્તુઓના દાન આપવામાં આવે છે. એડિશનલ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડટ ડો.અજય તન્નાના જણાવ્યાનુસાર કેટલાક દાતાઓ દ્વારા હોસ્પિટલને ૪૦ સ્પેશ્યલ રૂમ તૈયાર કરવા માટે સેટી, સોફાસેટ, રાઇટીંગ ચેર, ટેબલ, રિલેકસીંગ ચેર, કબબોર્ડ, ડ્રોઅર, ૬ ટેલીવિઝન સેટનું દાન આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત ટાટા કેમિકલ્સ દ્વારા રૂ. ૬૦ લાખના ખર્ચે ત્રણ વોશીંગ મશીન અને ૩ ડ્રાયરના સેટ અપાયા છે તો ન્યારા એનર્જી લીમીટેડ દ્વારા ૪૭૪૫ પીપીઇ (પર્સનલ પ્રોટેકટીવ ઇકવીપમેન્ટ) કીટ, નારાયણ સેવા ચેરી.ટ્રસ્ટ દ્વારા ૫૦૦ પીપીઇ કીટ, કનૈયાલાલ રોહેરા અને શ્રી સોજીત્રા દ્વારા બે વ્હીલચેર, પ્રાણલાલ હિંડોચા દ્વારા ૩૫ બાયપેપ માસ્ક, ધનગુરૂનાનક સંસ્થા દ્વારા ૨૦ બાયપેપ માસ્ક (દર્દીઓને ઓકસિજન આપવા માટે બાયપેપ માસ્કનો ઉપયોગમાં થાય છે), સ્ટર્લિંગ એજન્સી દ્વારા ૨ લીટરની ક્ષમતા ધરાવતા ૧૦ વોટર જગ, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ૨૦૦ બેડસીટ અને ૧૦૦ પીપીઇ કીટ, વેલ્સ્પન ઇન્ડિયા, ગાંધીધામ દ્વારા ૧૦૦૦ બેડશીટ અને ટુવાલ, રોટરી કલબ દ્વારા હેન્ડ સેનીટાઇઝર રાખવાના સ્ટેન્ડ અર્પણ કરાયા હતા.
રમેશ ચોટાઇ દ્વારા એક, જેઠાલાલ ચંદારાણા દ્વારા બે અને અતુલ મોટર્સ દ્વારા એક બેટરી ઓપરેટેડ રિક્ષા હોસ્પિટલને અર્પણ કરાઇ છે. આમ હોસ્પિટલ પાસે કુલ ચાર રિક્ષાઓ ઉપલબ્ધ છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ ૨૦ વ્હીલચેર આપવામાં આવી છે.
ડો.કેતન મહેતા અને શૈલેષ મહેતા પરિવાર દ્વારા બાઇપેપ માસ્ક, ગ્લોવ્ઝ સહિતનો હોસ્પિટલને જરૂરિયાતનો રૂ.૨૫ લાખ જેટલો ફાળો આપવામાં આવ્યો હતો. તેમ મેડીસીન વિભાગના વડા પ્રોફેસર ડો. મનિષ મહેતાએ જણાવ્યું હતું.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024