મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
હડતાળ પર ઉતરેલા ઇન્ટર્ન તબીબોએ બિનશરતી રીતે હડતાળ પરત ખેંચી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાથે મોડી સાંજે યોજાયેલી બેઠકની ફળશ્રુતિ
News Jamnagar December 17, 2020
ગુજરાત
હડતાળ પર ઉતરેલા ઇન્ટર્ન તબીબોએ બિનશરતી રીતે હડતાળ પરત ખેંચી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાથે
મોડી સાંજે યોજાયેલી બેઠકની ફળશ્રુતિ
નાયબ મુખ્યમંત્રીએ તબીબોની રજુઆતો સાંભળી
સમગ્ર રાજ્યની સરકારી મેડિકલ કોલેજો અને જી.એમ.ઇ.આર.એસ હસ્તકની કોલેજના ઇન્ટર્ન તબીબો દ્વારા શરૂ કરાયેલ હડતાળ સંદર્ભે આજે તબીબી પ્રતિનિધિઓની નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાથે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે તબીબી પ્રતિનિધિ મંડળના સભ્યોની માંગણી અને રજુઆત ઉપરાંત પ્રત્યેક મુદ્દાઓ સંદર્ભે લંબાણપૂર્વક ચર્ચા કરી હતી.
આ બેઠકમાં તબીબોના પ્રશ્નો અંગે વ્યાજબી અને યોગ્ય નિરાકરણ લાવવા નાયબ મુખ્યમંત્રીશ્રીએ હૈયાધારણા આપી હતી અને કોરોનાની આ મહામારીનાસમયમાંડોક્ટરોની ફરજ દર્દીઓની સેવા કરવાની છે તેથી હડતાળ પાડવી વ્યાજબી અને યોગ્ય નથી,જે પણ મુદ્દાઓ હોય તે અંગે વાટાઘાટો થકી યોગ્ય નિર્ણય થઇ શકે છે તેથી હડતાળ પાછી ખેંચવા લાગણી વ્યકત કરી હતી. તેને ધ્યાને લઇ તબીબી પ્રતિનિધિઓએ તેમની રીતે કરેલી ચર્ચા બાદ સર્વ સંમતિથી હડતાળ બિનશરતી રીતે પાછી ખેંચવાનો નિર્ણય લઇ મિડીયા સમક્ષ જાહેરાત કરીને આ હડતાળમાં જોડાયેલા તબીબોને પુનઃફરજ પર જોડાવા અપીલ કરી છે.
આ બેઠકમાં વડોદરાના ડોક્ટર અને પ્રોફેસર વિજયભાઈ શાહ ઉપસ્થિતિ રહ્યા હતા.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024