મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર પંથકથી મુંબઇ જવા વધુ એક ટ્રેન ની સુવિધા મળી
News Jamnagar December 18, 2020
સંસદસભ્ય પૂનમબેન માડમની ભલામણથી મુંબઇ સેન્ટ્રલથી રાજકોટ સુધીની દુરંતો એક્સપ્રેસ ટ્રેન હાપા સુધી લંબાવાઇ
વેસ્ટર્ન રેલવે ના જનરલ મેનેજર અને રાજકોટ તેમજ ભાવનગર ડીવીઝનો ના ડી.આર.એમ. સાથે વર્ચ્યુઅલમીટીંગ યોજતા સંસદસભ્ય પૂનમબેન માડમ
પોરબંદર હરિદ્વાર વાયા જેતલસર નવી ટ્રેન ની પણ માંગણી
જામનગર
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમની ભલામણથી મુંબઇ સેન્ટ્રલથી રાજકોટની દુરંતો એક્સપ્રેસ ટ્રેન હાપા સુધી લંબાવાઇ છે જે હાલ કોવિડ-૧૯ ના કારણે બંધ છે તે હવે શરૂ થયે મુબઇ સેન્ટ્રલથી હાપાનો રૂટ રહેશે અત્રે નોંધપાત્ર છે કે ગુરૂવાર તારીખ ૧૭ ના રોજ વેસ્ટર્ન રેલવે ના જનરલ મેનેજર તેમજ રાજકોટ અને ભાવનગર ડીવીઝનોના ડી.આર.એમ.સાથે સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ વર્ચ્યુઅલ મીટીંગ યોજી તેમા પણ જામનગર અને દ્વારકા જિલ્લાઓના રેલવે લગત મુદાઓ રજુ કર્યા હતા
વેસ્ટર્ન રેલવે ના જનરલ મેનેજર આલોક કંસલ તાજેતરમાં જ જામનગરની મુલાકાત દરમ્યાન રાજકોટ ડીવીઝન ના ડીઆરએમ તેમજ સમગ્ર ટીમ સાથે સંસદસભ્ય પૂનમબેન માડમ ના નિવાસ સ્થાને મુલાકાતે આવ્યા હતા ત્યારે રેલવે ને લગત મુદાઓની વિશેષ છણાવટ થઇ હતી તેમજ યાત્રીકોની હજુ સુવિધા વધે તે માટે સંસદસભ્ય પૂનમબેન માડમ એ મુદાસર અને વિસ્તૃત બાબતોની ભલામણ કરી હતી ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રેલવે પ્રશ્ર્નો બાબતે સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ એ વેસ્ટર્ન રેલવે ના જનરલ મેનેજર સાથે વિસ્તૃત ચર્ચા કરી મહત્વના રૂટ બાબતે નવી ટ્રેન બાબતોએ તેમજ મહત્વના સ્ટોપ શરૂ કરવા તેમજ ફરીથી આપવા બાબતે ભારપુર્વક ભલામણ કરી હતી સાથે સાથે લાંબા અંતરની અને મહત્વની ટ્રેનો યથાવત રાખવા પણ ભારપુર્વકનુ ભલામણ સાથેનુ સુચન કર્યુ હતુ તેમજ લાંબા અંતરની ટ્રેનો જામનગર તેમજ ઓખા સુધી લંબાવવાની ભલામણ કરી હતી તેમાં મુંબઇ સેન્ટ્રલ થી રાજકોટ સુધીની દુરંતો એક્સપ્રેસ ટ્રેન ને જામનગર સુધી લંબાવવાની ભલામણ નો પણ સમાવેશ થાય છે જોકે આ દુરંતો એક્સપ્રેસ ટ્રેન શરૂ વર્ષ ૨૦૧૮ ના મે માસથી શરૂ થઇ ત્યારથી જ સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ તે ટ્રેન જામનગર સુધી લંબાવવા રેલવે મીનીસ્ટ્રીમાં તેમજ રેલવે બોર્ડમાં ભલામણ સહ રજુઆત કરી હતી તેમજ રેલવે ના વિવિધ વધુ મુદાઓ તારીખ ૧૭ ની વર્ચ્યુઅલ મીટીંગમા પણ રજુ કર્યા હતા
તાજેતરની જી.એમ.સાથેની મીટીંગમા પણ સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ ભલામણ કરેલી હતી કે દુરંતો એક્સપ્રેસ જામનગર સુધી લંબાવાઇ તો જામનગર શહેર તેમજ સમગ્ર જામનગર પંથકને આ લાંબા અંતરની ખાસ કરીને મુંબઇ ની ટ્રેન ની સુવિધા મળી રહે તેમ છે
આ ભલામણ ના પગલે દુરંતો એક્સપ્રેસ ટ્રેન ને રાજકોટ ના બદલે હવે હાપા સુધી લંબાવવાનો નિર્ણય રેલવે બોર્ડે કર્યો છે આમ સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમની જહેમત થી જામનગર પંથકથી મુંબઇ માટેની વધુ એક ટ્રેન મળી છે હાલ કોવિડ-૧૯ ની સ્થિતિના કારણે આ ટ્રેન બંધ છે પરંતુ શરૂ થયે હાપા સુધી લંબાવવાનો નિર્ણય થઇ ગયો છે
અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદરથી રાજકોટ વાયા વાંસજાળીયા જેતલસર રૂટની ટ્રેન સવારે પોરબંદરથી ઉપડે તે માટે તથા પોરબંદર હરિદ્વાર વાયા જેતલસર નવી ટ્રેન ની પણ સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ રજુઆત કરી છે
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024