મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
લે બોલો કસ્ટમ વિભાગ ની કસ્ટડી માંથી એક કરોડ 10 લાખ નું સોનુ ચોરાઈ ગયું.
News Jamnagar December 18, 2020
જામનગર કસ્ટમની કસ્ટડીમાંથી રૂા.1.10 કરોડનું સોનું ચોરાયું.
ભુજ ડિવિઝને મુકેલા સોનામાંથી 2.156 કિલો સોનુ ઓછુ: ચાર વર્ષ પત્ર વ્યવહાર કર્યા બાદ અંતે પોલીસ ફરિયાદ.
જામનગર કસ્ટમમાં જમાં રહેલ કચ્છ કસ્ટમ ડીવીજનના સોના પૈકીના બે કિલો સોનાની ચોરી થયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાઈ છે . ભૂકંપ બાદ ભવન ધરાસાઈ થઇ જતા જામનગર કસ્ટમમાં સિફટ કરવામાં આવેલ સોનું ચાર વર્ષ પૂર્વે પરત કરતી વખતે ગાયબ જણાતા ફરિયાદ નોંધાવવામાં આવી છે . રૂપિયા એક કરોડ દસ લાખની કીમતના સોનાની ચોરી થયાની ચાર વર્ષ પૂર્વે જ ખરાઈ થઇ ગઈ હોવા છતાં મોડે મોડેથી નોંધાયેલ ફરિયાદે આશ્ચર્ય ફેલાયું છે.
જામનગર કસ્ટમ વિભાગમાં ખળભળાટ મચાવનાર સોનાની ચોરીના આ બનાવની વિગત મુજબ, શહેરના શરુ સેક્શન રોડ પર પોલીસ હેડકવાર્ટર સામે આવેલ કસ્ટમ ડીવીજનના કર્મચારી રામસીંગ શીવકુમારસીંગ યાદવે સીટી બી ડીવીજન પોલીસમાં પોતાના જ કોઈ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં સને 1982 અને 1986 માં કસ્ટમ ડીવીઝન ભુજ દ્વારા રેઇડ કરી કજે કરવામાં આવેલ સોનાના સેમ્પલો વર્ષ 2001માં જામનગર ડીવીજન સિફટ કરવામાં આવ્યા હતા. ભૂજનું કસ્ટમ હાઉસ જર્જરિત થઇ જતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સોના અને ચાંદીના આઠ સેમ્પલ જામનગર કસ્ટમના સ્ટોરમાં જુદી જુદી સુટકેસમાં સીલ લગાવી રાખી દેવામાં આવ્યા હતા. દરમિયાન ભવન બની જતા કચ્છ કસ્ટમ દ્વારા વર્ષ 2016 માં સોનું પરત લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે તે સમયે પંચ અને જામનગર – કચ્છ કસ્ટમના અધિકારીઓની હાજરીમાં સોનાના પાર્સલ ભુજ લઇ જવામાં આવ્યા હતા. દરમિયાન દસ દીવસ પછી કચ્છ કસ્ટમ દ્વારા
જામનગર કસ્ટમને પત્ર વ્યવહાર કરી લઇ જવાયેલ પાર્સલમાંથી બે કિલો એકસો અને 56 ગ્રામ સોનું ઓછું હોવાનું જણાવ્યું હતું.
ચાર વર્ષ સુધી બંને વિભાગ વચ્ચે ચાલેલ પત્રવ્યવહાર બાદ અમદાવાદ હેડ ઓફીસ દ્વારા જામનગર ઓફીસને પોલીસ ફરિયાદ કરવાનાના આદેશ કરવામાં આવ્યા હતા. જેને લઈને ગઈ કાલે રાત્રે સીટી બી ડીવીજનમાં ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ સને 2001 માં ઘરતીકંપના કારણે કસ્ટમ ડીવીઝન જામનગર ખાતે લાવવામાં આવેલ અને તા.18/10/2016 રોજ કસ્ટમ ડીવીઝન ભુજને પરત સોંપતા સમયે આ સેમ્પલોની ચકાસણી કરતા તેમાંથી કુલ પાંચ સેમ્પલોમાંથી 2156.722 ગ્રામ સોનુ જેની હાલની બજાર કિંમત રૂ .1,10,00,000 / – થાય તે ઓછુ નીકળયુ હોવાનો ઉલ્લેખ કરાયો છે .આ ચોરી માં કોઈ જાણભેદુ હોવાની ચર્ચા થઇ રહી છે તેવું સૂત્ર મુજબ જાણકારી મળી છે
અજાણ્યા કસ્ટમ કર્મચારી સામે ફરિયાદ
2001માં ભૂકંપ આવ્યા બાદ આ સોનાને જામનગરમાં લવાયું હતુ. ત્યારે 2016માં તપાસ કરવામાં આવતા 2 કિલો 156 ગ્રામ સોનું ઓછું મળ્યુ હતું. આ મામલે તપાસ કરવામાં આવી હતી, પરંતુ સોનું મળ્યુ ન હતુ. ત્યારે હવે અજાણ્યા કસ્ટમ કર્મચારી સામે હાલમાં ફરિયાદ નોંધાઈ છે. જો કે હાલ શહેરમાં ચર્ચાના વિષય તરીકે લોકચર્ચાએ આ મુદ્દો જોવા મળી રહ્યો હોય તેવું સૂત્રોને માહિતી મળી રહી છે. ત્યારે સવાલ થાય છે કે કસ્ટમ વિભાગની કસ્ટડી વિભાગમાં પડેલી વસ્તુઓની ચોરી અંગે ચોરીની ફરિયાદ લખાવી પડે છે. આમ તંત્રની લાપરવાહીને લઇને શહેરના લોકોમાં એક તરફ આક્રોશ જોવા મળી રહ્યો છે.
સાગર સંઘાણી, જામનગર.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024