મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શહેરમાંથી વિદેશી દારૂ પકડી પાડતી સર્વેલન્સ સ્કોર્ડ સીટી.બી. ડીવીઝન
News Jamnagar December 18, 2020
જામનગર
જામનગર શહેરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડતી જામનગર સીટી “ બી ” ડીવીઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડ જામનગર જીલ્લામાં દારૂ જુગારની બદી નાબુદ કરવા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક નીતેશ પાંડેય સાહેબની સુચના અને પોલીસ ઇન્સપેકટર. કે.એલ.ગાધે સાહેબના માર્ગદર્શન મુજબ આજરોજ સીટી બી ડીવી પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોર્ડના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ . રવીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ . યુવરાજસિંહ જાડેજા તથા હરદીપભાઇ બારડને ચોકકસ સયુંક્ત બાતમી રાહે હકીકત મળેલ કે સફેદ કલરની ઇન્ડીકા વીસ્ટા ફોરવ્હીલ જેના રજી . નં . જી.જે – ૧૦ – ટી.ટી. – ૮૭૦૭ માં પૃથ્વીરાજસિંહ વાઢેર રહે . પટેલ કોલોની , જામનગર વાળો ભારતીય બનાવટનો વીદેશી દારૂનો જથ્થો લઇને પટેલ કોલોની શેરી નં .૫ , ગરબી ચોકમાંથી પસાર થનાર છે જેથી હકીકત આધારે ઇન્ડીકા વીસ્ટા કારની વોચમા હોય તે દરમ્યાન ઉપરોક્ત વર્ણનવાળી ઇન્ડીકા વીસ્ટા ફોરવ્હીલ કાર આવતા તુરત જ તેને રોકી ફોરવ્હીલ ચાલકને નીચે ઉતારી તેનુ નામ – સરનામુ પુછતા પોતાનું નામ પૃથ્વીરાજસિંહ ભરતસિંહ વાઢેર જાતે દરબાર ઉ.વ. ૩૫ ધંધો ડ્રાઇવીંગ રહે . પટેલ કોલોની શેરી નં .૨ , રોડ નં . ૩ , અભીલાષા એપાર્ટમેન્ટ ની સામે , જામનગર વાળો હોવાનું જણાવેલ મજકુરના કજામા રહેલ ઇન્ડીકા વીસ્ટા કારની ઝડતી તપાસ કરતા પાછળ બેસવાની સીટ તથા ડેકીમાંથી ભારતીય બનાવટના વીદેશી દારૂનો જથ્થો મળી આવેલ હોય જે જોતા મેકડોવેલ્સ નં . ૧ રીસર્વ વ્હીસ્કી ઓરીજનલ કાચની કંપની સીલબંધ બોટલ નંગ- ૯૬ જે એક બોટલની કિં.રૂ .૫૦૦ / – ગણી કુલ બોટલ નંગ ૯૬ જેની કિં.રૂ. ૪૮,000 / – ગણી તેમજ સફેદ કલરની ઇન્ડીકા વીસ્ટા ફોરવ્હીલ કાર રજી . નં . જી.જે – ૧૦ ટી.ટી. ૮૭૦૭ જેની કિ.રૂ. ૫0,000 / – ગણી કુલ કિ.રૂ. ૯૮,૦૦૦ / – ના મુદ્દામાલ સાથે પકડી મજકુર આરોપીનો કોવીડ -૧૯ નો રીપોર્ટ નેગેટીવ આવ્યે અટક કરવા પર બાકી છે . જેના વિરૂધ્ધ ધોરણસર થવા પો.કોન્સ ફૈઝલભાઇ ચાવડા એ ફરિયાદ આપેલ છે.
અને પો.હેડ.કોન્સ રાજેશભાઇ ડી . વેગડ એ કાયદેસરની કાર્યવાહી કરેલ છે . આ કામગીરીમાં પોલીસ ઈન્સ. કે.એલ.ગાધે તથા પોલીસ હેડ કોન્સ . શોભરાજસિંહ જાડેજા , રવીરાજસિંહ જાડેજા , ક્રિપાલસિંહ જાડેજા , રાજેશભાઈ વેગડ તથા પો.કોન્સ કીશોરભાઈ પરમાર , ફૈજલભાઇ ચાવડા , યુવરાજસિંહ જાડેજા , હરદીપભાઇ બારડ દ્વારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024