મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સીકકા પાટીયા નજીક થી ૧૧ પિસ્તોલ તથા ૧૯. કાર્ટીસ સાથે 1ઈસમ ને પકડી પાડતી.એલ.સી.બી.
News Jamnagar December 21, 2020
જામનગર
જામનગર શહેર તથા સીકકા પાટીયા નજીક થી ૧૧ અગીયાર ) પિસ્ટલ તથા ૧૯ ( ઓગણીસ ) કાર્ટીસ પકડી પાડતી જામનગર એલ.સી.બી. પોલીસ જામનગર ના પોલીસવડા દીપન ભદ્રન નાઓ તથા ઇ.ચા.પોલીસ અધિક્ષક નિતેશ પાંડે નાઓ ની સુચના તથા એલ.સી.બી. પો.ઇન્સ.કે.જી.ચૌધરી નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા માણસો જામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તથા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે પેટ્રોલીંગમાં હતા,
તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના : – ભગીરથસિંહ સરવૈયા તથા દિલીપભાઇ તલાવડીયા ને બાતમી રાહે હકિકત મળેલ જેમા , જામનગર શહેરમાં રેલ્વે સ્ટેશન , ઓવરબ્રીજ પાસેથી આરોપી- રાયમલ હાજી સંધી રહે.જામનગર વાળા ના કજામાથી પીસ્ટલ -૦૧ તથા કાર્ટીસ -૦૨ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ , અને મજકુર ઇસમ ને સદર હથિયાર એકાદ વર્ષ પહેલા હિતુભા ભગતસિંહ ઝાલા તથા પ્રવિણ ઉર્ફે ટકો ગીગાભાઇ વાળા એ સપ્લાય કરેલ હોવાનું ખુલવા પામતા મજકુર બન્ને આરોપીઓ હાલે ખુનની કોશીષ ફાયરીંગ ના ગુન્હામાં જામનગર જીલ્લા જેલમાં હોય , જે બન્ને આરોપીઓનો ગુન્હાના કામે કબજો મેળવી , તેઓની ધરપકડ કરી .
મજકુર બન્નેની પુછપરછ કરતા તેમના કબજામાં અન્ય હથિયારો ( અગ્નીશસ્ત્ર ) હોવાની કબુલાત કરતા મજકુર આરોપી -હિતુભા ભગતસિંહ ઝાલાએ સદર હથિયાર ઉપરાંત સીકકા પાટીયા નજીક આવેલ.ડીવેન મોટર ગેરેઝ પાસે બંધ કોપ્લેક્ષની બાજુમાં બાવળની કાંટમાં જમીનમાં સંતાડેલ , હથિયારોમાં પોસ્ટલે -૧૦ તથા કાર્ટીસ -૧૭ કાઢી આપતા જે તમામ હથિયારો કબજે કરવામાં આવેલ , મજકુર હિતુભા ઝાલા તથા પ્રવિણ ઉર્ફે ટકા વાળા ને સદરહુ હથીયાર સપ્લાય કરનાર ઇસમ અંગેની તપાસ તજવીજ ચાલુમાં છે . મજકુર હિતુભા ઝાલા તથા પ્રવિણ ઉર્ફે ટકો ના કબજા હસ્તક પીસ્ટલ -૧ ૧ કિ.રૂ .૨,૨૫,૦૦૦ / – તથા કાટીસ -૧૯ કિ.રૂ .૧૯00 / – ના મળી કિ.રૂ .૨,૨૯,૯૦૦ / – નો મુદામાલ કબ્ધ કરી પો.હેડ.કોન્સ . હરદીપભાઇ બી.ધાધલ એ જામનગર સીટી બી ડીવી પો.સ્ટે . ગુ.ર.નં. ગુ.ર.ન. ૧૧૨૦૨૦૦૯૨૦૧૮૯૬/૨૦૨૦ આર્મ્સ એકટ કલમ ૨૫ ( ૧ બી ) એ , ૨૯ ગુનાના કામે મુદામાલ કબજે કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે .
મજકુર બન્ને આરોપીઓ ( ૧ ) હિતુભા ઝાલા ( ૨ ) પ્રવિણ ઉર્ફે ટકો જે અગાઉ ખુનની કોશીષ , લુંટ . અપહરણ.હથિયાર સપ્લાય.મારામારી , ઇંગલીશ દારૂ . જેવા ગંભીર ગુન્હામાં પકડાયેલ છે . આ કાર્યવાહી પો.ઇન્સ. કે.જી.ચૌધરી નાઓની સુચના થી પો.સ.ઇ.
બી.એમ.દેવમુરારી , પો.સ.ઇ શ્રી . આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા , માંડણભાઇ વસરા , અશ્વિનભાઇ ગંધા , હરપાલસિંહ સોઢા , ફીરોજભાઇ દલ , હીરેનભાઇ વરણવા , ભરતભાઇ પટેલ , નાનજીભાઇ પટેલ , શરદભાઇ પરમાર , યશપાલસિંહ જાડેજા , ભગીરથસિંહ સરવૈયા , દિલીપ તલવાડીયા , વનરાજભાઇ મકવાણા , હરદિપભાઇ ધાધલ , પ્રતાપભાઇ ખાચર , ધાનાભાઇ મોરી , રધુભા પરમાર , અજયસિંહ ઝાલા , યોગરાજસિંહ રાણા , ભારતીબેન ડાંગર , એ.બી.જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામા આવેલ છે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024