મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગમખ્વાર અકસ્માત બોલેરો હડફેટે 3 પદયાત્રીઓના અકસ્માતે મોત નિપજ્યા.
News Jamnagar December 22, 2020
જામનગર
જામનગર નજીક મોરકંડા પાસે આજે પદયાત્રીઓને અકસ્માત નડ્યો.બોલેરોએ હડફેટે લીધા 3 પદયાત્રીઓને મોત
જામનગર નજીક મોરકંડા પાસે આજે પદયાત્રીઓને અકસ્માત નડ્યો છે. મોરબીના મચ્છુ માતાના મંદિરે ચાલીને જતાં પદ્યાત્રીઓને બપોરે સાડા અગીયાર વાગ્યાની આસપાસ બોલેરોએ હડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી ત્રણના મોત નિપજ્યા છે
આજે આશરે 11.30 વાગે ની આજુબાજુ મોરકંડા રોડ પર બાયપાસ હાઇવે પર 5 પદયાત્રી ચાલતા જતા હતા. ત્યારે જ મંગળવાર આ પદયાત્રીઓ માટે અમંગળ સાબિત થયો છે.સોનવડીયાથી ચાલીને મોરબીમાં આવેલા મચ્છુ માતાના મંદિરે જવા નીકળેલા કિશોરભાઈ પોલાભાઈ રાડા (ઉ.વ.૧૮), કવાભાઈ ગમારા (ઉ.વ.૪૦), ભોજાભાઈ ગોકળભાઈ ભરવાડ (ઉ.વ.૫૦) તથા પોલાભાઈ ભીખાભાઈ ગમારા (ઉ.વ.૪૦) સહિત પાંચને કાળનો ભેટો થયો . 2 લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપળ્યા હતા જ્યારે અકસ્માતમાં ઘવાયેલા બે લોકોને સારવાર માટે ૧૦૮ મારફત જીજી હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા ત્યારે જ એક વ્યક્તિનો રસ્તામાં જ મૃત્યુ નીપજયું હતું.
આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં 108 નો કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે જી.જી હોસ્પિટલ ખસેડાયા હતા.આ ઉપરાંત તાત્કાલિક પોલીસને પણ આ અંગે જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
બોલેરો હડફેટે પદયાત્રીઓના અકસ્માતે મોત નિપજ્યા છે. જ્યારે આ અકસ્માતમાં ઘાયલ એવા કવાભાઈ ગમારા નામના વ્યક્તિને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
સાગર સંઘાણી, જામનગર.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024