મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગેરકાયદેસર ખડીક દેવાયેલું કોમ્પ્લેક્ષ જમીનદોસ્ત ભાણવડ પંથકમાં તંત્ર દ્વારા ડીમોલેશન હાથ ધરાયુ.
News Jamnagar December 23, 2020
દેવભૂમિ દ્વારકા ૨૩.
ભાણવડ પંથકમાં તંત્ર દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું રણજી પરા સેવાસદન સામે તંત્ર દ્વારા હાલમાં ૧૪ દુકાન તોડી પાડવામાં આવેલ.
ખંભાળિયાના ભાણવડમાં આજે સવારે મામલતદાર કચેરી સામે જ સરકારી જમીન પર ખડકાયેલું અંદાજે કરોડડો રૂપિયાની ની કિંમતનું શોપીંગ કોમ્પ્લેક્ષ તોડી પાડવાની કાર્યવાહી પ્રાન્ત અધિકારી દ્વારા શરૂ કરવામાં આવી હતી .જેને પગલે દબાણકારોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
ખંભાળિયાના પ્રાન્ત અધિકારી ડી.આર.ગુરવ દ્વારા તાજેતરમાં ભાણવડમાં દબાણહટાવો ઓપેરશન હાથ ધરવામાં આવેલું જેમાં તેમને ભાણવડમાં મામલતદાર કચેરીની નજીકમાં કોમ્પ્લેક્ષ બનાવીને કરોડોની દુકાનો ખડકી દેવાયાનું જણાતા તેમણે આ બાબતે સર્વે કરીને તપાસ કરતા આ જમીન સરકારી હોવાનું જણાતા તેમણે નોટીસો આપીને ત્રણેક માસ સુધી કાનૂની કાર્યવાહી કરી હતી.જે સામે આ જમીન દુકાનના આસામીઓએ ખંભાળિયા કોર્ટમાં મનાઈ હુકમ માટે રીટ કરેલી જે રીટને સરકારી વકીલ કે.સી.દવેની થયેલ દલીલોથી કાઢી નંખાઈ હતી. તે પછી આજે સવારે એજ જે.સી.બી.મશીન સાથે ખંભાળિયા પ્રાન્ત અધિકારી ડી.આર.ગુરવે મામલતદાર તથા પોલીસને સાથે રાખીને ૧ર દુકાનોનું કોમ્પ્લેક્ષ તોડવાનું શરૂ કરતા ભારે ચર્ચા જાગી હતી.
અન્ય ગેરકાયદેસર દુકાનો ને મુંબઈ જમીન મહેસુલ કાયદા ૨૦૨ લેન્ડ રેવન્યુ મુજબ નોટીસ આપી દેવામાં આવેલ છે તે દુકાનો ને ૩થી૭ દીવસ માં ખાલી કરવા આદેશ કર્યો છે હવે તે દુકાનો તોડવામાં આવશે કે નહીં તે જોવાનું રહેશે તેવી લોકમુખે ચર્ચા થઇ રહી છે.
અહેવાલ .મહમદ ચાકી.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024