મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પતિએજ પત્ની ની નિર્મમ હત્યા કરી ઘરમાંજ પત્ની નો મૃતદેહ દફનાવી પતિ થયો હતો ફરાર આખરે પોલીસ ના હથે ચડ્યો
News Jamnagar December 23, 2020
દેવભૂમિ દ્વારકા
અહેવાલ.મહમદ ચાકી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા માં પતિ એ ઉશ્કેરાટ માં આવી પત્ની ની હત્યા કરી ઘર માં જ ખાડો ખોદી દાટી બાદમાં આસપાસ ના લોકો અને બાળકો દ્વારા પૂછવામાં આવતા નાસી ગયા બાદ ઓખા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ , ઓખા મરીન પોલીસ દ્વારા આરોપી પતિ ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ઓખા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બેટ દ્વારકા ગામ માં રહેતા સાલે સીદીક ચમડિયા એ તેની પત્ની સાથે રહેતો હતો જેન3 સંતાન માં બે પુત્ર અને એક પુત્રી છે જ્યારે બને દીકરાઓ પરણિત છે જ્યારે દીકરી નું સગપણ નકી કર્યું છે ત્યારે સાલે સીદીક અને તેની પત્ની હવાબેન ને છેલ્લા બે વર્ષ થી અંદરોઅંદર ના જગડાઓ ચાલતા હતા જેમાં જ્ઞાતિ ના પટેલ ના સબંધ માં આરોપી ભાણેજ થતો હોય અને જે મહિલા નું મૃત્યુ નીપજ્યું તે ભત્રીજી સબંધ માં થતા હોય ત્યારે બને ને અવાર નવાર સમજાવટ કરી ઘર ચલાવવા માટે કહ્યું હતું.
પરંતુ મહિલા હવાબેન ને તેના પતિ પર ભરોસો ન હોઈ તેના કારણે તે તેના ભાઈ ના ઘરે બપોર અને રાત્રી ના સમયે જતી રહેતી પરંતુ ગઈ કાલે બપોરે જમવા ના સમયે હવાબેન તેના પતિ માટે જમવાનું બનાવવા અને બાદમાં ત્યાંથી તેના ભાઈ ના ઘરે જવા નીકળતા સમયે બને વચ્ચે બોલાચાલી થઈ અને સાલે સીદીક એ તેની પત્ની ને ગળું દબાવી ને હત્યા કરી તેના જ ઘરમાં ખાડો ખોદી દાટી દઈ અને બાદ માં જ્યારે પત્ની ના ભાઈ અને અન્ય સંબંધીઓ ત્યાં તેને શોધવા જતા સાલે સીદીક ત્યાંથી નાસી છૂટ્યો હતો .
બાદમાં ખાડો ખોડલ સ્થળ પર ખોદતાં ત્યાંથી મૃતદેહ નીકળતા પોલીસ ને જાણ કરાઈ અને ઓખા મરીન પોલીસ દ્વારા સમગ્ર ઘટના ની તપાસ કરી આરોપી પતિ ફરાર હોઈ જેને પકડી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઘરમાં ઇ ખાડામાં અંદર દાટી દઈ ને મોત ને ઘાટ ઉતરેલ પત્ની ના મૃતદેહ ને જામનગર ખાતે પેનલ પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે સાથે જ ફોરેન્સિક એક્સપર્ટ ને પણ બોલાવી એફએસએલ ની ટીમ દ્વારા ઘટના સ્થળ પર નમૂનાઓ લઈ ને પણ તપાસ શરૂ કરી છે બાલ આરોપી ઓખા મરીન પોલીસ ની પકડ માં છે અને ઘટના ની ઝીણવટ ભરી તપાસ ઓખા પોલીસ કરી રહી છે ….
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024