મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમાં પૂર્ણા યોજના અને મહિલા શક્તિ કેન્દ્ર યોજના અંતર્ગત તાલીમ કાર્યક્રમ યોજાયો
News Jamnagar December 25, 2020
જામનગર
ગત તા. ૨૩ ડિસેમ્બર, આજ રોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. વિપિન ગર્ગનાં અધ્યક્ષ સ્થાને પૂર્ણા યોજના અને મહિલા શક્તિ કેન્દ્ર યોજના અંતર્ગત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગતની વિવિધ યોજનાઓ જેવી કે સખી વન સ્ટોપ સેન્ટર, ૧૮૧ મહિલા હેલ્પલાઇન, પોલીસ સેન્ટર બેઈઝ સપોર્ટ સેન્ટર, વ્હાલી દીકરી યોજના, બેટી બચાવો બેટી પઢાવો વગેરે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત મહિલા અને બાળ સુરક્ષા સંબંધી વિવિધ કાયદાઓ જેવા કે ઘરેલું હિંસા અધિનિયમ, જુવેનાઇલ જસ્ટીસ એક્ટ, બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ તેમજ પોક્સો એક્ટ અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી.
તાલીમ કાર્યક્રમમાં કિશોરીઓમાં એનીમિયા અને તેની સારવાર બાબત આરોગ્ય વિભાગ દ્વારા માહિતી પુરી પાડવામાં આવી હતી, તેમજ કુપોષિત બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવા તેમજ અતિકુપોષિત બાળકોને સારવાર માટે સી.એમ.ટી.સી. તેમજ એન.આર.સી. માં રીફર કરવા બાબતે જણાવવામાં આવેલ. અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધેલ કિશોરીઓને શાળામાં પુનઃ પ્રવેશ તથા પગભર થવા માટે અન્ય તાલીમમાં જોડાવા બાબતે ક્યા વિભાગો સાથે સંકલન કરી શકાય તે વિશે માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
આ તાલીમ કાર્યક્રમની સાથે શ્રેષ્ઠ આંગણવાડી કેન્દ્રો માટેના ઘટક કક્ષાના માતા યશોદા એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ આંગણવાડી કાર્યકર અને તેડાગરને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. વિપિન ગર્ગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કિર્તન પરમાર, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડૉ. ચંદ્રેશ ભાંભી તથા ઉપસ્થિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓના હસ્તે માતા યશોદા એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસનાં તમામ ઘટકના બાળ વિકાસ યોજના અધિકારી ઓ, મુખ્ય સેવિકાઓ તથા જેમને એવોર્ડ આપવાના હતા તે આંગણવાડી કાર્યકર અને તેડાગર ઉપસ્થિત રહ્યા હતા. ઉક્ત તાલીમ કાર્યક્રમમાં તાલીમ પૂરી પાડવા માટે મહિલા શક્તિ કેન્દ્રના રુક્સાદબેન ગજણ, ધરા જોષી, જિલ્લા બાળ સુરક્ષા એકમના લીગલ ઓફિસર જ્યોત્સનાબેન હરણ, ૧૮૧ અભયમની ટીમના સરલાબેન તથા ગીતાબેન, વન સ્ટોપ સેન્ટરનાં રંજનબેન તથા દક્ષાબેન, ન્યુટ્રીશન ઈન્ટરનેશનલમાંથી શ્રેયસભાઈ જોષી, સર્વ શિક્ષા અભિયાનનાં હેતલબેન ભટ્ટ, આઈ.ટી.આઈનાં પ્લેસમેન્ટ ઑફિસર પવનભાઈ ગઢવી, આરોગ્ય વિભાગમાંથી જયાબેન રાઠોડ, રીદ્ધીબા જાડેજા તથા હિતેશભાઈ તથા આઈ.સી.ડી.એસ.નો સ્ટાફ હાજર રહ્યા હતા.
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025