મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આરામ હોટેલના એકઝીબીશનમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા હતાં..
News Jamnagar December 25, 2020
જામનગર
અહેવાલ સબીર દલ.
જામનગર શહેરમાં ડીકેવી સર્કલ નજીક આવેલી આરામ હોટલમાં તા.23 અને 24 ડીસેમ્બરના ક્રીએટીવ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરની આરામ હોટલમાં એક્ઝિબિશન-કમ-સેલમાં બેકાબૂ ભીડ હોવાની માહિતી મળતા જ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકરીઓ રાજભા ચાવડા અને સુનિલ ભાનુશાળી તથા તેની ટીમ સેલ સ્થળે પહોંચી હતી.અનેક લોકોએ માસ્ક પહેર્યા ન હતાં અને સોશ્યલ ડિસ્ટન્સનો પણ ઉલાળિયો થતો જોવા મળતા સેલ સંચાલને આ સેલ બંધ કરવા સૂચનો આપવામાં આવી હતી. આ સમયે સેલ સંચાલક અને મહાનગરપાલિકાના અધિકારીઓ વચ્ચે ભારે ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણ તંગ બની ગયું હતું.
આખરે પોલીસને જાણ કરવાની ફરજ પડી હતી.પોલીસે કોઇ યોગ્ય કાર્યવાહી કરી ન હતી. આખરે એસ્ટેટ શાખાના કર્મચારીઓએ સોશિયલ ડિસ્ટન્સન ભંગ સબબ એકઝીબીશન બંધ કરાવી સંચાલક પાસેથી રૂ.2000 ના દંડની વસૂલાત કરી હતી. એકઝીબીશનમાં સ્ટોલ રાખનાર અને આવનાર મહિલાઓમાં અફડાતફડી મચી ગઇ હતી.
આ મામલે સોશ્યલ મીડિયામાં સમાચાર વાઇરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી.સિટી બી ડિવિઝનના હે.કો. આર.ડી.વેગડે સરકાર તરફે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં કોરોનાની ગાઇડલાઇનના ભંગ અંગે જિલ્લા કલેક્ટરના સોશ્યલ ડિસ્ટન્સ અંગેના જાહેરનામાનો ભંગ કરવા બદલ એક્ઝિબીશનના આયોજક વેપારી રાજકોટના કૈલાશ પાર્ક-2 માં રહેતાં ભગીરથસિંહ જયવંતસિંહ જાડેજા સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025