મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગુજરાત બુક ઓફ રેકોર્ડસ માં નામ નોંધાવનાર સૌથી વધુ 205 વખત બ્લડ દાન કરનાર યોગેશભાઈ નું જિલ્લા કલેક્ટરે સન્માન કર્યું
News Jamnagar December 26, 2020
સુરત
શ્રી ગણપતિશંકર ઇચ્છારામ મજમુદાર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને અમી ચેરીટેબલ ટ્રસ્ટના સયુક્ત સૌજન્ય અને ચાંલ્લા ગલી યુવક મંડળ ના સહકાર થી સુરત માં થેલેસેમિયા, સિકલસેલ એનિમિયા અને હિમોફિલિયા થી પીડિત બાળકો માટે ગત તા. 25મી જાન્યુઆરી ના દિવસે સમય સાંજે 3.50વાગે થી 6વાગ્યા સુધી એક આંદોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં આ બાળકો ને વિવિધ ગેમ્સ, મેજીક શૉ, અને મનોરંજક પ્રોગ્રામ સાથે ટ્રસ્ટ દ્વારા ગિફ્ટ, ટોયઝ આપી ને એમના ચેહરા ઉપર સ્મિત અને ખુશી લાવવાનું સહિયારું પ્રયાસ કરવા માં આવ્યુ હતું .
વિડીયો ન્યુઝ જોવા માટે આમરા ફેસબૂક પેજની મુલાકાત લીઓ.
તેમજ ગુજરાત બુક ઓફ રેકોર્ડસ માં નામ નૌધનાર સૌથી વધુ 205 વખત બ્લડ દાન કરવા વાળા યોગેશ ભાઈ ધીમર નું સન્માન ગુજરાત બુક ઓફ રેકોર્ડસ દ્વારા સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર ડૉ. ધવલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યકમ માં મુખ્ય અતિથિ તરીકે સુરત જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલ તેમજ અતિથિ વિશેષ તરીકે અનિલભાઈ ગોપલાની( એક્સ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ) ડો. દક્ષેશ ઠાકર( એક્સ વાઇસ ચાન્સલર યુનિવર્સિટી) અતુલભાઈ વેકરિયા(અતુલ બેકરી), શ્રી રાજેશ મહેશ્વરી ( ગુજરાત બુક ઓફ રેકોર્ડસ ફાઉન્ડર), ACP ટ્રાફિક અશોકસિંઘ ચૌહાણ, સુધીરભાઈ ભટ્ટ અને ડા. અંકિત પરમાર હાજર રહયા હતા.
આ આયોજન રક્તગુરુ અંકુર ભાઈ શાહ ના માર્ગદર્શન માં કરવામાં આવ્યુ હતું..આયોજન નું સંચાલન પંકજભાઈ શેઠ દ્વારા કરવામાં આવ્યુ હતું…અમી ચેરીટેબલ સેવા ટ્રસ્ટ ના ફાઉન્ડર અમિષા જોગીયા, હેતલ નાયક, સ્વીટી પસ્તાગિયા એવમ બધા સદસ્યો દ્વારા બાળકો ને ગિફ્ટ તેમજ ટેડી બેયર આપવામાં આવ્યા હતા..
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024