મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ઓલ્ડ મુવીમાં જોવા મળતી વોકિંગ સ્ટીક ગન સહિત હથિયાર નો જખીરો ઝડપી લેતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ.
News Jamnagar December 31, 2020
જામનગર
અહેવાલ સબીર દલ
જામનગરના સિક્કા પાટિયા પાસે થોડા દિવસ પહેલાં અગિયાર રિવોલ્વર જીવંત કારતુસ સાથે ત્રણ ઝડપાયા પછી ગઈકાલે એલસીબીએ જામજોધપુરના ગોપ નજીકથી બે શખ્સને પાંચ પિસ્તોલ, એક રિવોલ્વર, સ્ટીક જેવી એક ગન તથા સાત કારતુસ સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા છે. એક શખ્સ હથિયારની ડિલિવરી આપવા આવ્યો હતો અને બીજો શખ્સ લેવા બસ સ્ટેન્ડ નજીક ઉભેલો હતો. બન્નેની અટકાયત કરવામાં આવી હતી.રાજશી ઓડેદરાના કબ્જામાંથી મળેલી ગન કોઈ વ્યક્તિ પગથી દિવ્યાંગ હોય અને તેઓ ચાલવા માટે ઉપયોગમાં લેતા હોય તે પ્રકારની સ્ટીક જેવી ગન છે. આ સ્ટીકમાં અંદરના ભાગે ગનની નાળ છે. જેમાં કારતુસ લોડ કરી ફાયર કરી શકાય તે પ્રકારનું આધુનિક પ્રકારનું દેશી બનાવટનું આ હથિયાર બનવનાર આરોપી માત્ર 3 ચોપડી ભણેલ છે.
ગોપ નજીક થી ૭ ( સાત ) પિસ્ટલ , રીવોલ્વર , ગન તથા ૭ ( સાત ) કાર્ટીસ , ધાતક હથિયારો સાથે બે ઇસમને પકડી પાડતી જામનગર એલ.સી.બી. પોલીસ જામનગર ના પોલીસવડા દીપન ભદ્રન નાઓ ની સુચના તથા એલ.સી.બી. ઇ.ચાપો . ઇન્સ . એસ.એસ.નિનામાં નાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. બી.એમ. દેવમુરારી તથા પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા માણસો વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તથા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગેની કામગીરીમાં કાર્યરત હતા,
તે દરમ્યાન એલ . સી.બી. સ્ટાફના : – માંડણભાઇ વસરા તથા ફીરોજભાઇ દલ તથા ધાનાભાઇ મોરી ને બાતમી રાહે હકિકત મળેલ જેમા , જામજોધપુર તાલુકાના ગોપ ગામના પાટીયે આવેલ બસ સ્ટેન્ડની છાપરી પાસે આરોપી મનસુખ કારેણા હથિયાર સપ્લાય કરવા રાજશે મેર ને આવવાનો છે તેવી બાતમી આધારે રેઇડ કરતા આરોપી- મનસુખ હરજી કારેણા સગર રહેજીણાવારી તા . જામજોધપુર જી.જામનગર હાલ સુરત વાળા ના કબ્બામાથી પીઅલ -૦૩ તથા રીવોલ્વર -૧ તથા કાર્ટીસ -૦૬ કિ.રૂ. ૧,૨૫,૬૦૦ / તથા રાજશી માલદે ઓડેદરા મેર રહે . રાણાવાવ જી . પોરબંદર ના કબજામાંથી પસ્ટલ -૦૨ તથા ગન -૦૧ તથા કાર્ટીસ -૦૧ કિ.રૂ. ૬૦,૧૦૦ / – સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ , અને મજકુર મનસુખ કારેણા સદરહુ હથિયાર રાજશી માલદે મેરને વૈચાણ કરવા આવેલ તે દરમ્યાન બન્ને પકડાઇ ગયેલ છે . મજકુર મનસુખ હરજી કારેણાએ અગાઉ સલીમ ઇસ્માઇલ ઉર્ફે ટીટી મુંદ્રા રહેઆદિત્યાણા વાળા ને ગેરકાયદેસર હથિયાર વેચાણ કરેલ હોય તે અલગ અલગ ગુન્હામાં પણ નાસતો ફરતો છે અને મજકુર ઇસમ અગાઉ લુંટના ગુન્હામાં સંડોવણી હોવાનુ ખુલવા પામેલ છે . તેમજ રાજશી ઓડેદરા અગાઉ રાણાવાવ માં મારામારીના બે ગુન્હામાં સંડોવાયેલ છે.
મજકુર બન્ને આરોપીઓએ આ હથિયાર થી કોઇ ગુન્હો કરેલ છે કે કેમ તેમજ અન્ય કોઇને આપેલ છે કે કેમ તે અંગેની તપાસ ચાલુમાં છે.
આ કાર્યવાહી પો.ઇન્સ. એસ.એસ.નિનામા નાઓની સુચના થી પો.સ.ઇ. બી.એમ. દેવમુરારી , પો.સ.ઈ . આર.બી. ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા , માંડણભાઈ વસરા , અશ્વિનભાઇ ગંધા , હરપાલસિંહ સોઢા , ફીરોજભાઇ દલ , હીરેનભાઇ વરણવા , ભરતભાઇ પટેલ , શરદભાઇ પરમાર , દિલીપભાઇ તલાવડીયા , યશપાલસિંહ જાડેજા , ભગીરથસિંહ સરવૈયા , વનરાજભાઇ મકવાણા , રધુભા પરમાર , હરદિપભાઇ ધાધલ , પ્રતાપભાઇ ખાચર , ધાનાભાઇ મોરી , અજયસિંહ ઝાલા , સુરેશભાઇ માલકીયા , ભારતીબેન ડાંગર , એ.બી.જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024