મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મંદિરમાં લૂંટ કરી છેલ્લા તેર વર્ષથી નાસતો ફરતો આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોડ
News Jamnagar January 01, 2021
જામનગર
આજથી તેર વર્ષ પહેલા જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના મુળીલા ગામે શ્રી નાથજી દાદાના મંદીરમાં આશરે તેર જેટલા ધાડપાડુઓ એ સોના – ચાંદીના દાગીનાની લુટ કરી ફરાર થઈ ગયેલ હોય જે પૈકીના છેલ્લા તેર વર્ષથી નાસતા – ફરતા આરોપીને ધ્રોલ તાલુકા ખાખરા ગામેથી પકડી પાડતી જામનગર પેરોલ / ફર્લો સ્ક્વોડ જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ નાઓની સુચના તેમજ એલ.સી.બી. પો.ઈન્સ.કે.જી.ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પો.સ.ઈ. એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો ફરારી / નાસતા ફરતા ફરારી ગુન્હેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા .
તે દરમ્યાન પો . હેડ કોન્સ . કાસમભાઈ બ્લોચ તથા ગજેન્દ્રસિંહ જાડેજા હકીકત મળેલ કે કાલાવડ પો.સ્ટે.ફ.ગુ.ર.નં .૧૨૭ / ૨૦૦૭ ઇપીકો કલમ ૩૯૫,૩૨૩ મુજબના ગુનામાં નાસતા – ફરતા આરોપી શનીયાભાઇ ઉર્ફે છનીયો પાંગળાભાઇ તડવી ઉ.વ રહે ખેડા ફળીયુ માંડવ તા.લીમખેડા જી.દાહોદ વાળો હાલ ધ્રોલ તાલુકાના ખાખરા ગામે હાજર હોય જેથી બાતમી હકીકતના આધારે ઉપરોક્ત ટીમ સાથે સદરહુ આરોપીને પકડી પાડી પો . સબ ઈન્સ . એ.એસ.ગરચર એ ધોરણસર અટક કરી કાયદાકીય કાર્યવાહી કરી કાલાવડ ટાઉન પો.સ્ટે સોપી આપેલ છે .
આ કામગીરીમાં પેરોલ / ફર્લો સ્કવોડના પો.સ.ઈ એ.એસ.ગરચર તથા પો . હેડ કોન્સ . ગજેન્દ્રસિંહ જાડેજા , સુરેન્દ્રસિંહ ચૌહાણ , રણજીતસિંહ પરમાર , નિર્મળસિંહ જાડેજા , સલીમભાઈ નોયડા , કાસમભાઈ બ્લોચ , મેહુલભાઈ ગઢવી , ભરતભાઈ ડાંગર , રાજેશભાઈ સુવા , ગીરીરાજસિંહ જાડેજા તથા પો . કોન્સ . ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ તથા એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ જાડેજાનાઓએ કરેલ છે .
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024