મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
યુવા ક્રાંતિકારી સંગઠન દ્વારા પોલીસ કર્મીઓ ના પગાર વધારા અને વયમર્યાદા ઘટાડવાની માંગ સાથે કલેક્ટર મારફત મુખ્યમંત્રી ને રજૂઆત કરી.
News Jamnagar January 01, 2021
જામનગર
યુવા ક્રાંતિકારી સંગઠન દ્વારા આજરોજ પોલીસ કર્મીઓ ના પગાર વધારા સાથે ફિક્સ પગાર ની વયમર્યાદા 5 વર્ષ માંથી ઘટાડી 1 વર્ષ કરવાની માંગ સાથે જામનગર જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યુ.
ગુજરાત સરકાર દ્વારા ૫ વર્ષ ફીક્સ પગાર ને ૧ વર્ષ કરવા બાબતે , ગુજરાત પોલીસ પગાર મા વધારો કરવા બાબતે . ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે ભરતી કરવામાં આવે છે તે ભરતી પ્રકીયા માં ઉમેદવારો દ્વારા રાત દિવસ ખુબ મહેનત કરી ને તેઓ તેમાં ઉતીર્ણ થાય છે અને આ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તેમને ૫ વર્ષ ફીક્સ પગાર મા રાખવામાં આવે છે અને એ પણ ૧૨000 થી ૧૫000 આશરે આપવા માં આવે છે.
તો આવી મોંઘવારી મા ૧૨૦૦૦ થી ૧૫000 નું પરિવાર નું ભરણ પોષણ કઈ રીતે કોઈપણ કર્મચારીઓ કરી શકે એ આપ શ્રીને થોડું ધ્યાન લેવું જોઈએ કારણ કે ગુજરાત રાજ્ય માં ગુજરાત પોલીસ દ્વારા ગુજરાત ના પરિવારો ની દિવસ અને રાત ૨૪ કલાક ખડે પગે પોલીસ દ્વારા સુરક્ષા આપવા માં આવે છે અને અન્ય કર્મચારીઓ પણ પોતાના પરિવાર થી દુર રહી બીજા જીલ્લા માં રહે છે અને ત્યાં તેઓ આ ફીકસ પગાર મા તેમના પરિવાર સાથે રહે તો આવી મોંઘવારી મા તેઓ કઈ રીતે તેમના પરિવાર નું ભરણ પોષણ કરે એ કહો સાહેબ કેમ કે આપણી રાજ્ય સરકાર દ્વારા આપણા વિસ્તારમાં સેવા કરવા માટે ઘારાસભ્ય શ્રી ઓ ને ૧ લાખ થી ૨ લાખ સુધી વેતન આપવામાં આવે છે તો સેવા કરવા માટે એટલો પગાર આપવા મા આવે તો રાજ્ય ના પરિવારો ની રક્ષા કરતા કર્મચારીઓ ને કેમ ઓછું વેતન આપવામાં આવે.
તો અપિ શ્રી રાજ્ય સરકાર ને એટલી વિનંતી કે ફિક્સ પે ને એક વર્ષ કરવામાં આવે અને ગુજરાત ના પોલીસ જવાનો નો પગાર વધારવા માં આવે .રાજ્ય સરકાર પર અમને વિશ્વાસ છે કે તેઓ ૩૦ દિવસ માં રાજ્ય સરકાર આમનો ઉકેલ લાવશે અને લેખીત મા જવાબ પણ આપશે . જો 30 દિવસ દરમિયાન કોઈપણ પ્રતિ ઉતર નહીં મંડે સરકાર દ્વારા તો ગુજરાત ના તમામ જીલ્લા ઓ મા આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવશે અને તો પણ સરકાર દ્વારા ધ્યાન દેવા માં નહીં આવે તો જરૂર પડશે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન પણ કરશુ તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.સંગઠન મયુરભાઈ દિલીપભાઈ આહિર મુખ્ય સંયોજક વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
તસ્વીર સબીર દલ
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025