મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આર.આર.સેલનો હેડ કૉન્સ્ટેબલ રૂપિયા 50 લાખની લાંચ લેતા ઝડપાયો .
News Jamnagar January 01, 2021
ગુજરાત
આણંદ જિલ્લામાં એસીબીએ નવા વર્ષની સૌથી મોટી ટ્રેપ ગોઠવી અને એક લાંચિયા કૉન્સ્ટેબલને રૂપિયા 50 લાખની લાંચના કેસમાં રંગે હાથો લાંચ લેતા ઝડપી પાડ્યો છે. આણંદ લાંચ રૂશ્વત ખાતા ની કચેરી દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં અમદાવાદ આરઆરસેલનો હેડ કૉન્સ્ટેબલ રૂપિયા 50 લાખની લાંચ લેતા ઝડપાયો છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ એસીબી. પીઆઇને મળેલી બાતમીના આધારે આણંદ, ખેડા અને અમદાવાદ એસીબીએ સંયુક્તપણે છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન પ્રકાશસિંહ રાઓલ નામના પોલીસ કોન્સ્ટેબલને રૂપિયા 50 લાખની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો હતો.
અમદાવાદ આર.આર.સેલમાં નોકરી કરતો કોન્સ્ટેબલ અધધ ૫૦ લાખની લાંચ લેતાં પકડાતાં સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખંભાતના ખાતર કૌભાંડમાં ફરિયાદીના પિતાને આરોપી નહીં દર્શાવવા અંગે લાંચની રકમ માંગી હતી. આ સાથે જ એસીબીના ઈતિહાસમાં આ સૌથી મોટો લાંચ કેસ હોવાનું મનાય રહું છે.
ફરીયાદી :એક જાગૃત નાગરિક ની ફરિયાદ ના આધારે
લાંચ લેનાર આરોપી: પ્રકાશસિંહ રણજીતસિંહ રાઓલ ઉ.વ.૪૬, એ.એસ. આઈ , નોકરી. આર આર સેલ અમદાવાદ રહે. સિદ્ધિવિનાયક આણંદ જિલ્લો આણંદ ગાઈકલે
:તા.31/12/2020 કલાક 21/05 વાગે-લાંચની માંગણીની રકમ :રૂ. 50,00,000/-લાંચ સ્વીકારેલ રકમ :રૂ. 50,00,000/- લાંચની રીકવર કરેલ રકમઃરૂ 50,00,000/-
ગુનાનુ સ્થળ .હેવમોર હોકો ઇટરી વિદ્યાનગર રોડ આણંદ
આ કામના ફરીયાદીના કાકા નું ગોડાઉન ખંભાત જીઆઇડીસી માં આવેલ હોય તે ગોડાઉનમાં આર આર.આર. સેલની રેડ થયેલી અને ફરિયાદીના કાકા નું નામ નહીં નાખવા બાબતે આરોપીએ ફરિયાદી પાસે પ્રથમ 60 લાખ રૂપિયાની લાચની માંગણી કરેલ અને રકઝકના અંતે ૫૦ લાખ રૂપિયા આપવાનું નક્કી થયેલ જે નાણાં તારીખ 31/12 /2020 ના રોજ બપોરે 14/00 વાગ્યે આપવાનો વાયદો હતો, ફરિયાદી આ નાણા આપવા માંગતા ન હોય અત્રે એસીબીની ની વડી કચેરીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદ આધારે લાંચના છટકાના આયોજન દરમિયાન આ કામના આરોપી ઉપર બતાવેલ સ્થળે ફરીયાદી પાસે રુપિયા 50,00000/- ની લાંચની માંગણી કરી નાણા રૂપિયા ૫૦ લાખ સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબત.
એસીબી ની સફળ ટ્રેપ :એસ.એમ પટણી, પોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે.સુપર વિઝન અધિકારી એન.ડી. ચૌહાણ,મદદનીશ નિયામક,ઇન્ટે. વિંગ ફિલ્ડ-3 એ.સી.બી.ગુજરાત રાજ્ય અમદાવાદ દ્વારા કરવામાં આવેલ હતી
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024